Vasundha Vandan - Tree Plantation Programme
11/08/2023
Dharmendrasinhji Arts College
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત “મેરી મીટ્ટી મેરા દેશ” અભિયાન પણ જોર-શોરથી ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રની ગરિમા અને ગૌરવને વધારે છે તેવા વીરોને વંદન, વસુંધા વંદન, પંચ પ્રણ પ્રતિજ્ઞા વગેરે જેવા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના મધ્યમાં આવેલી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં પણ વસુંધા વંદન કાર્યક્રમ અત્રે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન અત્રેના ગ્રાઉન્ડમાં સવારના 11:30 કલાકનાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકોએ અલગ-અલગ જાતના છોડ વાવી વૃક્ષારોપણ કર્યું હતું. અને કાર્યક્રમની ઉજવણી કરી હતી. "પર્યાવરણ જાગૃતિ અને જાળવણીનાં હેતુથી શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમો થતા હોય છે. અભ્યાસક્રમમાં પણ પર્યાવરણ જાગૃતિનાં અને જાળવણીનાં હેતુઓને સમાવવામાં આવે છે. આમ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાવર્થક રીતે પૂર્ણ થયો હતો. કાર્યક્રમની કેટલીક ચિત્રાત્મક તસવીરો એટલે કે પ્રતિકાત્મક તસવીરો આ સાથે નીચે સામેલ છે. આ કાર્યક્રમ પર્યાવરણની જાળવણી અને વસુંધાની જાળવણી માટે ખૂજબ સારો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ જોડાયા હતા.