Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા

13/01/2024
Dharmendrasinhji Arts College

આજરોજ અત્રેની કોલેજમાં “ગુજરાત સરકાર, સેવા કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને કોલેજના NSS વિભાગ દ્વારા આચાર્યશ્રી ડો.હેમલબેન વ્યાસનાં માર્ગદર્શન તળે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું” આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વકૃત્વ સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજવામાં આવનાર છે. (પ્રથમ તબક્કો કોલેજ કક્ષાએ, બીજો તબ્બકો યુનિવર્સીટી કક્ષાએ અને ત્રીજો તબ્બકો રાજ્ય કક્ષાએ) જે અન્વયે પ્રથમ તબક્કાનું આયોજન અત્રેની કોલેજ દ્વારા ઓડીટોરીયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. જે.જે. વાલાણીએ “ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાની” ટૂંકી ભૂમિકા બાંધી હતી. કાર્યક્રમમાં કલ્ચર પ્રિઝર્વેશન અંતર્ગત વિભિન્ન મુદ્દાઓ પર સ્પર્ધકોએ પોતાના વિચારો વક્તવ્ય મારફત રજૂ કર્યા હતા. જે તમામ શ્રોતાઓ (વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો) સાંભળ્યા હતા. આ સાથે સ્પર્ધાના નિર્ણયકો ડો. આર. આર. ડેકાણી અને ડો નિરવ ઠાકર પણ બહુ ગહનતાથી આ સ્પર્ધકોનું વક્ત્વ્યોનું મૂલ્યાંકન કરી રહ્યા હતા. ત્યાર બાદ તમામ સ્પર્ધકોના વક્તવ્યો રજૂ થયા બાદમાં થોડો વિરામ લેવામાં આવ્યો. વિરામ બાદ સ્પર્ધાના નિર્ણયકોએ નીચે ટેબલમાં જણાવ્યા મુજબ ત્રણ વિજેતા સ્પર્ધકોના નામ જાહેર કર્યા હતા. આ સમગ્ર સ્પર્ધાના આયોજનમાં NSS સમિતિના સભ્યો ડો નિરવ ઠાકર, ડો. આર. આર. ડેકાણી, ડો. નેહલ જાની, ડો. હંસાબેન ગુજરિયા, ડો. જાગૃતિ વ્યાસ અને પ્રોગ્રામ ઓફિસર શ્રી જે.જે. વાલાણી તેમજ સહ કો-ઓર્ડીનેટર ડો. ફારુખ ખાને ખુબ જહેમત ઉઠાવી હતી. આમ ખુબજ સફળ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. વિજેતા સ્પર્ધકો યાદી 1 ZALA APEKSHABA PRADYUMANSINH 2 SOMANI ASHIYANA PYARALIBHAI 3 CHAUHAN SAHDEVSINGH DANAJIBHAI 3 PITHIYA RONAK RAJUBHAI