વસંતપંચમી અહેવાલ (2023-2024)
14/02/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.14/02/2024ને બુધવારના રોજ બપોરે 12:00 વાગ્યે ઓડીટોરિયમમાં વસંતપંચમીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના આચાર્યશ્રી, અધ્યાપકશ્રીઓ તથા કૉલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય અને સરસ્વતીદેવીને પુષ્પ અક્ષત અર્પણ કરીને સરસ્વતીપૂજન કરવામાં આવેલ. બાદમાં તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ દ્વારા સરસ્વતી સ્તુતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં કૉલેજના આચાર્યશ્રી ડૉ.એચ.એમ.વ્યાસે પ્રસંગોચિત્ત વાત કરી હતી. બાદમાં તૃતીય વર્ષ બી.એ.માં અભ્યાસ કરતા ગઢવી આર્યન વી.એ ‘પંચમી આવી વસંતની...’ ગીત ગાઈને રજૂ કર્યું હતું. જેમાં રાઠોડ પ્રતિક એ. કી-બોર્ડ પર સંગત આપેલ. આ તકે ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પણ પ્રસંગને અનુરૂપ વ્યાખ્યાન આપેલ. કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં અધ્યાપકશ્રીઓ તથા વિધાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સુચારુ સંચાલન હિન્દી વિભાગના ડૉ.આર.આર.ડેકાણીએ કરેલું. આચાર્યશ્રીના માર્ગદર્શન તથા સુચના અનુસાર સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ.એન.વી.જાનીએ કરેલ