Human calculator
17/02/2024
Seminar hall Dharmendrasinghji Arts college Rajkot
તારીખ 17 2 2024 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના સેમિનાર હોલ ખાતે એક હ્યુમન કેલ્ક્યુલેટર બાય વિશાલ નાગાણીના પરિચય અને ક્ષમતા પ્રદર્શન અંગેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં લિમ્કા બુક એવોર્ડ વિજેતા વિશાલ નાગાણી દ્વારા એકથી લઈને લાખ સુધીના ટેબલ્સ કંઠસ્થ કરેલા અને કેલ્ક્યુલેટરના ગણતરી પૂર્વે વિશાલ નાગાણી દ્વારા આન્સર આપવામાં આવતા આવેલો હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓને આ ક્ષમતા કઈ રીતે કેળવી શકાય અને કઈ રીતે ગાણિતિક સિદ્ધાંતોને કંઠસ્થ કરી શકાય એ અંગેનું માર્ગદર્શન વિશાલ નાગાણી દ્વારા આપવામાં આવેલું હતું. આ સમગ્ર કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રિન્સિપલ ડો. હેમલ વ્યાસના માર્ગદર્શનમાં તથા તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ બી કાછડીયા સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. જગત તેરૈયા તેમજ અન્ય પ્રાધ્યાપકોની જહેમત દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવેલો હતો