Expert Talk of Dr. J.R. Teraiya (Sanskrit Dep.)
16/02/2024
G.A.C. Ranavav
તા. 15/05/2024 નાં રોજ સરકારી વિનયન કૉલેજ કોલેજ - રાણાવાવ ખાતે SSIP અંતર્ગત કાર્યશાળાનુ આયોજન થયુ જેમાં અત્રેની કૉલેજના સંસ્કૃત વિષયનાં અઘ્યાપક અને ઇનોવેશન ક્લબના કૉ - ઓર્ડીનેટર ડો. જે.આર. તેરૈયાનું SSIP 2.0 વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું. આ કાર્ય શાળામાં રાણાવાવ કોલેજના વિભિન્ન વિષયોના 150થી વધુ વિદ્યાર્થીઓ અને પાંચ અધ્યાપકો હાજર રહ્યા હતા. ઇનોવેશન ક્લબ, ફિનિશિંગ સ્કૂલ, એન્ટરપ્રિન્યોરશિપ તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન 2.0 જેવા અનેકવિધ મુદ્દાઓ ઉપર વિસ્તારથી આ કાર્યશાળામાં વિદ્યાર્થિઓને માર્ગદર્શક આપવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું આયોજન અને સંચાલન સરકારી વિનયન કોલેજ રાણાવાવનાં પ્રાધ્યાપક ડો. રાહુલ જોશી દ્વારા કરવામાં આવ્યું તેમજ સિનિયર અઘ્યાપક ડો. બાકુ સાહેબ, પટેલ સાહેબ, માઢક સાહેબ વગેરે અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનાં અંતે કોલેજના આચાર્યશ્રી ડો. બુદ્ધદેવ ભટ્ટી સાહેબ દ્વારા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટનાં અઘ્યાપક ડૉ. જે.આર. તેરૈયાનો વ્યાખ્યાન આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ આ કાર્યશાળા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન દાયક રહી હતી.