Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Udisha Expert lecture

06/01/2024
Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot

ઉદિશા શ્રેણી અંતર્ગત તારીખ:- 06-01-2024 શનિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે ઠાકોરશ્રી મુળવાજી આર્ટ્સ & કોમર્સ કોલેજ કોટડાસાંગાણીના અંગ્રેજી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર. ડૉ. ભાવેશ બી.બોરીસાગર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું ઉદિશાના પ્રકલ્પ અંતર્ગત ડૉ. ભાવેશ બી.બોરીસાગર એ બેઝિક ઇંગ્લિશ પર પોતાનું વ્યાખ્યાન આપેલ હતું સમગ્ર કાર્યક્રમ કોલેજના સેમીનાર હોલમાં તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને ઉદિશાના કોડીનેટર ડો. ભાવેશભાઈ કાછડીયા સાહેબના માર્ગદર્શન અને સંચાલન હેઠળ શરુ કરવામાં આવ્યો હતો .કાર્યક્રમની શરૂઆતમાં આજના વક્તા ડૉ. ભાવેશ બી.બોરીસાગરનો પરિચય અને વેલકમ સ્પીચ ડૉ. જશ્મિના બેન સારડા,દ્વારા આપવામાં આવેલ. ઉદિશા અંતર્ગત રાખવામાં આવેલ વ્યાખ્યાનમાં ડૉ. ભાવેશ બી.બોરીસાગર એ બેઝિક ઇંગ્લિશ એટલે શું? ઇંગ્લિશ કઈ રીતે શીખી શકાય? BIO-DATA કઈ રીતે લખી શકાય, વગેરે મુદ્દાઓ સંદર્ભે એકદમ સરળ શૈલીમાં વિદ્યાર્થી સમક્ષ પોતાનું વ્યાખ્યાન આપ્યું. સમગ્ર ઉદિશા કમિટીના સભ્યો ડૉ. જશ્મિના બેન સારડા,ડૉ.હર્ષિદા જગોદડિયા, ડૉ. કલ્યાણી રાવલ, શ્રીમતી હિના પરમાર, દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના સેમેસ્ટર ત્રણ અને પાંચના લગભગ 70 થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધેલ હતો. કાર્યક્રમની આભાર વિધિ ડૉ. કલ્યાણી રાવલ, દ્વારા કરવામાં આવેલ હતી. અંતમાં ઉદીશા અંતર્ગત કરવામાં આવેલ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો.