Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

“Vibrant Gujarat Global Summit 2024”

12/01/2024
“Vibrant Gujarat Global Summit 2024”

ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીના આદેશ મુજબ તારીખ 12/01/2024 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- ના 46 વિદ્યાર્થીઓનો એક શૈક્ષણિક પ્રવાસ આયોજિત થયો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે ચાલી રહેલા “Vibrant Gujarat Global Summit 2024” ની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ ગુજરાતની અસ્મિતા અને વિકાસ અંગેના વિવિધ 13 ડોમ માં વ્યાપાર, શિક્ષણ, કલા, વિજ્ઞાન, પ્રવાસન જેવા વિવિધ ક્ષેત્રમાં ચાલી રહેલ અનેકવિધ પ્રવૃતિઓનું જ્ઞાન આ સમિટમાં મેળવ્યું હતું. સાંજે ૬ વાગ્યે સમિટ પુરી થયા બાદ વિદ્યાર્થીઓ ગાંધીનગર મુકામે આવેલ અક્ષરધામની મુલાકાતે ગયા હતા. વહેલી સવારે ૫.૩૦ વાગ્યે કોલેજ ખાતેથી ST બસની યાત્રા શરૂ થઈ ત્યારે સૌને વિદાય આપવા તેમજ ઉત્સાહ વર્ધન કરવા કૉલેજના આચાર્યશ્રી ડૉ. હેમલબેન વ્યાસ તથા ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. જે. એસ. ઉપાધ્યાય સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રવાસમાં કોલેજના હિન્દી વિભાગના અધ્યાપિકા ડૉ. એમ.બી. પાંડે, મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. જે. જે. વ્યાસ, ગુજરાતી વિભાગમાંથી અધ્યાપિકા ડૉ. એન.વી.જાની અને અધ્યાપક ડૉ. કે. યુ. બુહા, ઇતિહાસ વિભાગના અધ્યાપક ડૉ. ડી.આર. પરમાર વિદ્યાર્થીઓ સાથે હતા અને સમગ્ર પ્રવાસની વ્યવસ્થા માટે કોલેજના આચાર્યશ્રી ડો. હેમલ વ્યાસનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સૌનો ઉત્સાહ વધારતું રહ્યું આમ ખૂબ જ આનંદ પૂર્વક “Vibrant Gujarat Global Summit 2024” ની મુલાકાત સફળ રહી.