ઈતિહાસ વિભાગનાં વિધાર્થીઓનો રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતેનો શૈક્ષણિક પ્રવાસ
04/01/2024
રિજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઈતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું હતું .આચાર્ય શ્રી ડો. હેમલબેન વ્યાસ પાસે થી પુર્વ મંજુરી સાથે શૈક્ષણિક પ્રવાસ રાજકોટના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવેલું હતું. પ્રવાસની રૂપરેખા આ પ્રમાણે રહી હતી- પ્રવાસની શરૂઆત સવારે ૧૧.૩૦ કલાકે રીજીઓનલ સાયન્સ સેન્ટરથી કરી હતી રિઝનલ સાયન્સ સેન્ટરમાં કુલ ૬ ગેલેરીઓ છે. 1. Robotics 2. Nobel Prize 3. Machine Engineering 4. How Stuff Works 5. Life Science અને 6. Ceramic And Glass જેમાં માનવજીવનની ઉત્પતિ થી લઇ આધુનિક વિજ્ઞાન સુધીના ઉપકરણો અને તેની કાર્યપદ્ધતીઓ અંગેની સૂક્ષ્મ માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમાં વિવિધ ગેમ ઝોનમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ભાગ લીધેલો હતો. બપોરે ૪ : ૦૦ વાગે આ પ્રવાસ પૂર્ણ કરેલો હતો. આ શૈક્ષણિક પ્રવાસમા અન્ય વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક પણ જોડાયેલા હતા. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ.જસ્મીનાબેન સારડાના માર્ગદર્શન અને પ્રેરણા થી આ પ્રવાસમાં ઈતિહાસ વિભાગના અધ્યાપક શ્રી ડૉ. ધર્મેશ પરમાર અને ડો. કિરણ વાડોદરિયાએ સમગ્ર સંચાલન કરેલું હતું . આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું. સમગ્ર રીતે જોતાં આ પ્રવાસ ખુબ જ સફળ રહ્યો હતો.