Education tour at regional science Center Rajkot.
04/01/2024
Regional Science Center-Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના તત્વજ્ઞાન વિભાગ દ્વારા તારીખ 4/1/ 2024 ના રોજ એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું હતું .આ શૈક્ષણિક પ્રવાસની પૂર્વ અનુમતિ કોલેજના પ્રિન્સિપાલ શ્રી હેમલબેન વ્યાસ દ્વારા મેળવી અને રાજકોટના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આ પ્રવાસ નું આયોજન કરવામાં આવેલું હતું. પ્રવાસની સૂચિ આ પ્રમાણે રહી હતી- પ્રવાસની શરૂઆત સવારે 12:00 કલાકે રીજીઓનલ સાયન્સ સેન્ટર થી કરી હતી રિઝનલ સાયન્સ સેન્ટરમાં કુલ 6 ગેલેરીઓ છે. જેમાં પરંપરાગત વિજ્ઞાનથી માંડી અને આધુનિક વિજ્ઞાન સુધીના ઉપકરણો અને તેની કાર્યાલિત પદ્ધતિઓ અંગેની સૂક્ષ્મ માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમાં વિવિધ ગેમ ઝોનમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ભાગ લીધેલો હતો. અંતે ચાર વાગે આ પ્રવાસ પૂર્ણ કરેલો હતો. આ શૈક્ષણિક પ્રવાસમા અન્ય વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક પણ જોડાયેલા હતા. તત્વજ્ઞાન વિભાગમાંથી તત્વજ્ઞાન વિભાગના હેડ ડોક્ટર ભાવેશ બી કાછડીયા તથા તૃપ્તિ એમ ગજેરા એ આ સમગ્ર પ્રવાસનું સંચાલન કરેલું હતું . આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું. સમગ્ર રીતે જોતાં આ પ્રવાસ ખુબ જ સફળ રહ્યો હતો.