Expert Talk of Dr. J.R. Teraiya, Department of Sanskrit
22/12/2023
Smt. K.S.N. Kansagara Mahila College - Rajkot
આજ રોજ તા. 22/12/2023 ના દિવસે અત્રેની કોલેજના સંસ્કૃત વિભાગનાં અઘ્યક્ષ ડો. જે.આર. તેરૈયાએ રાજકોટની ખ્યાત નામ Smt. K.S.N. Kansagara Mahila College - Rajkot ખાતે શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપર પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે કણસાગરા કોલેજના આચાર્યશ્રી રાજ્યગુરુ મેડમે પણ પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. કોલેજના સંસ્કૃત વિષયના અધ્યાપક ડો. મોરી સાહેબે સંપૂર્ણ કાર્યક્ર્મનું સુચારુ સંચાલન અને વ્યવસ્થાપન કર્યું હતું. વ્યાખ્યાનનાં અંતે પ્રશ્નોત્તરી થઈ હતી જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાને મૂંઝવતી સમસ્યાઓનું સમાધાન ભગવદ્ગીતા માંથી કેમ મળે? તેનું માર્ગદર્શન મેળવી ધન્યતાનો અનુભવ કર્યો હતો ત્યાર બાદ કોલેજની વકતૃત્વ, નિબંધ આદિ સ્પર્ધાઓ યોજાઈ અને ઉત્તમ રીતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી.