Semiar on Shreemad Bhagavad Gita Under the Value Education
21/12/2023
Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot
આજ રોજ તારીખ 21- 12- 2023 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના સેમિનાર હોલ ખાતે સંસ્કૃત વિભાગ અને તત્વજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગીતા જયંતીના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલી હતી . આ કાર્યક્રમ તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ કાછડીયા તથા સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. જગત ઉપાધ્યાય તત્વજ્ઞાન વિભાગના સહ કર્મચારી સહ પાધ્યપક ડોક્ટર તૃપ્તિ ગજેરા અને સંસ્કૃત વિભાગના સહ અધ્યાપક ડૉ. હંસા ગુજરિયા ના વિશેષ જહેમતથી ઉજવવામાં આવેલો હતો.આ કાર્યક્રમમાં તત્વજ્ઞાન વિભાગના સંસ્કૃત વિભાગના અને કોલેજના અન્ય વિભાગના વિવિધ વિદ્યાર્થીઓએ ભાગ લઈ શ્રીમદ્ ભગવત ગીતાનું જીવનમાં મહત્વ, ગીતા સંદેશ ,ગીતા પરિચય, ગીતા દર્શનમાં બ્રહ્મવિદ્યા વગેરે વિષયો પર પોતાના વક્તવ્યો આપેલા હતા . જેમાં સંસ્કૃત વિભાગના જાડેજા ઋત્વિ , ચૌહાણ વિવેક, મહેતા નૈસર્ગી, શૈલીયા આમૃત, ઝાલા અપેક્ષાબા તેમજ ઇતિહાસ વિભાગના સાંકળિયા કેવલ તથા તત્વજ્ઞાન વિભાગના બામણીયા કરણ ભાગ લીધેલો હતો. સમગ્ર કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ હેમલબેન વ્યાસના માર્ગદર્શનમાં અને ડૉ. જીગ્નેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ઉજવવામાં આવેલો હતો. કાર્યક્રમના અંતે સંસ્કૃત વિભાગના પાંચ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ ભગવત ગીતાના 15 મા અધ્યયનું પારાયણ કરવામાં આવેલું હતું