Faculty Achievement activity
13/12/2023
Room-14 Dharmendrasinhji Ars College Rajkot
આજ રોજ તા.11/12/2023 ના રોજ ધર્મેંન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટના તત્વજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક ડૉ. ભાવેશ બી. કાછડીયા દ્વારા જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં ભકતકવિ નરસિહ મહેતા પર 'નરસિંહ મહેતાના પસંદગીના ભજનોમાં અદ્વૈત વેદાંત 'એ શીર્ષક સાથે, જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલ અને તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. પી.વી. બારસીયાના માર્ગદર્શનમાં પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પ્રાધ્યાપક ભાવેશ બી કાછડીયાનું આ બીજું પી.એચ.ડી. હતું. એમનું પ્રથમ પી.એચ.ડી. ૨૦૧૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 'જ્ઞાન મીમાંસા ' જેવા ગુઢ વિષય પર પી.એચ.ડી.ની ડિગ્રી મેળવેલી હતી .જયારે વર્તમાન પી.એચ.ડી. 'નરસિંહ મેહતાના પસંદગીના ભજનોમાં અદ્વૈત વેદાંત 'જેવા વિષયમાં નરસિહ મહેતાને ગુજરાતનો પ્રથમ દાર્શનિક અને વેદાંતનો સાચો અને પૂર્ણ વારસદાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે