સંસ્કૃત ગૌરવ પરીક્ષા -2023
09/12/2023
સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ - રાજકોટ
।। जयतु संस्कृतं जयतु भारतम्।। સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે સંસ્કૃત ભારતી ગુજરાત - અમદાવાદ દ્વારા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ ખાતેના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન થયું. સમગ્ર રાજ્યમાં ચાર તબક્કામાં લેવાતી આ પરીક્ષાના પ્રથમ તબક્કા એટલે કે પ્રવેશિકા પરીક્ષામાં 152 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું જેમાંથી 90 વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી, તેમ જ બીજા તબક્કામાં એટલે કે પ્રદીપિકા પરીક્ષા માટે 67 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ તેમાંથી 44 વિદ્યાર્થીઓએ હાજર રહી આ પરીક્ષા આપી આમ કોલેજના કુલ 157 વિધાર્થીઓએ આ પરીક્ષા આપી એક સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પરીક્ષાના વર્ગખંડમાં કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યાપક શ્રી ધર્મેશભાઈ પરમાર, હિન્દી વિભાગના અધ્યાપક શ્રી રવિભાઈ ડેકાણી, સંસ્કૃત વિભાગના અધ્યાપિકા શ્રી હંસાબેન ગુજરીયા તેમજ શ્રી પ્રતિકભાઇ જોશીએ વર્ગ નિરીક્ષકની સેવા આપી હતી. કોલેજના આચાર્યા ડો. હેમલબેન વ્યાસ દ્વારા સતત માર્ગદર્શન મળ્યું હતું. પરીક્ષાનું સંચાલન અને વ્યવસ્થાપન કોર્ડીનેટર તેમજ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. જે. આર. તેરૈયા દ્વારા સુચારુ રૂપે કરવામાં આવ્યું હતું.