Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Dharmendrasinhji Arts College – Rajkot & Bahauddin Govt. Arts College – Junagadh& Ayudh Publication – Bhavnagar Jointly Organizes One Day International Conference

11/02/2023
Bahauddin Arts College- Junagadh

બહાઉદ્દીન આર્ટસ કોલેજ જુનાગઢ અને ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા 11/૦૨/૨૦૨૩ ના રોજ સંસોધન અને સંશોધન પદ્ધતિ વિષય પર એક એકદિવસીય કોન્ફરેન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય અતિથી તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી (રા.ક.) શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હતા. આ ઉપરાંત જુનાગઢના વર્તમાન ધારાસભ્ય શ્રી, સંજયભાઈ કોરડીયા, જુનાગઢ મેયર ગીતાબેન પરમાર, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શ્રી ભરતભાઈ ગોધાણી, શ્રી ભરતભાઈ સોજીત્રા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર શ્રી ચોવટિયા સાહેબ, વિવેક ગૌસ્વામી સાહેબ, પ્રિન્સીપાલ ભટ્ટ સાહેબ , હરેશભાઈ પરસાનાસાહેબ, ભાવસિંહ વાઢેર, વગેરેએ હાજરી આપી હતી. ઉદ્ઘાટન સત્રની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ક્ષિતી વૈષ્ણવ દ્વારા વાંસળીના મધુર સ્વર રેલાવામાં આવ્યા હતા. સોંદરવા પૂજા દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવેલી હતી, આ પ્રસંગે આયુધ પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરાયેલા અંકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું તથા પુષ્પ નહી પણ પુસ્તક દ્વારા અતિથિઓનું સ્વાગત કરવામાં આવેલું હતું. ઉદ્ઘાટન સત્રના મુખ્ય અતિથી ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી (રા.ક.) શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા 600 જેટલા સંશોધકો અને પ્રબુદ્ધ વર્ગ સામે ખુબજ પ્રભાવિત શૈલીમાં તેવું અદ્ભુત વ્યખ્યાયન આપેલું હતું કે જેમાં તેમણે સોક્રેટીસ, હબસીઓના પનોતા પુત્ર ગણાતા કારવર વોશિંગ્ટન , અબ્રાહન લિંકન, અબ્દુલ કલામ આઝાદ , વારાહ મિહિર, જેવા અનેક ભારતીય અને પશ્ચિમી મહાન વિચારકોને યાદ કરીને પોતાના વ્યાખ્યાનમા પ્રવતમાન સમયના પ્રવાહમાં કેવી રીતે જીવન પ્રાસંગિકતા અને પ્રેરણા લઇ આજના વિદ્યાર્થીને આજીવિકાલક્ષી તથા જીવન લક્ષી શિક્ષણ આપી શકાય તેની વાતો કરી હતી. જીવનમાં વૃત્તિનું અને અધ્યાત્મનું શું મહત્વ છે ? તેને વિસ્તારથી સમજાવ્યું હતું. આપણા ઋષિ મુનિઓએ આપેલ જીવન પ્રણાલી, અને ખાસ કરીને ઇશાવાષ્ય ઉપનિષદની મહોક્તી “તેન ત્યક્તેન ભુંજીથા ‘નું તત્વજ્ઞાન સમજાવ્યું. ભૌતિક શોધની સાથે સાથે વેદ, ઉપનીષદો અને ભગવદ ગીતાના જ્ઞાનને પણ જીવનમાં સમાવવાની વાત કરી હતી. માણસ બહારથી નહી પણ આત્માના બળ થી સુખી થઇ શકે તે બાબત પર ભાર મુક્યો હતો. શિક્ષણ મંત્રીના અસ્ખલિત વાક પ્રવાહથી આ સેમિનારમાં ઓનલાઈન અને ઓફ્લાઈન આશરે ૯૦૦ જેટલા પ્રબુદ્ધ શ્રોતાઓ, પ્રોફેસરો, આચાર્યો, ઉપ કુલપતિઓ, ખુબજ પ્રભાવિત થયા હતા. આજ સમયમાં રાજકારણમાં જેને દુર્લબ કહી શકાય તેવા ફિલોસોફર સ્વભાવના અને આટલું બહોળું વંચાન ધરાવતા શિક્ષણ મંત્રીનું આ સ્વરૂપ જોઇને લોકો આચાર્ય ચકિત થયા હતા. અધ્યક્ષીય ઉદ્બોધન બાદ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ દ્વારા ૧૨3 વર્ષ જૂની બહાઉદીન કોલેજની મુલાકાત લેવામાં આવી હતી જેમાં તેમને દુર્લભ પુસ્તકો , કોલેજની અટારીઓ ,પ્રાચીન એન્જીનીયરીંગના અદ્ભુત નમુના સ્વરૂપ સેન્ટર હોલ, વગેરેની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપવામાં આવી હતી. અંતરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મુખ્ય વક્તા યુનિવર્સીટી ઓફ ન્યુ ઈંગ્લેંડ(સિડની –ઓસ્ટ્રેલીયા)ના પ્રોફેસર ડૉ.કાશ્મીર દવે હતા જે ઓનલાઈન જોડાયેલા હતા. જેમણે સંશોધન અને તેમના વિવિધ પ્રકારોની વિગતે ચર્ચા કરી હતી અને પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી, અંતરાષ્ટ્રીય કોન્ફરન્સના પ્લેનેરી સેશનના વક્તા શ્રી દિલીપ બારડ સાહેબ દ્વારા સંશોધનના આધુનિક માપદંડો અને તેના પ્રકારો તથા વર્તમાન સંદર્ભમાં તેમની આવશ્યકતાઓ વચ્ચેનો સુંદર સમન્વય સાધતુ પ્રવચન અઆપેલું હતું. શ્રી કે. કે. પંત દ્વારા સામાજિક વિજ્ઞાન અને શુદ્ધ વિજ્ઞાનમાં સંશોધન અને તેના પ્રકારો તથા વર્તમાન સમયમાં ઉચ્ચ શિક્ષણમાં સંશોધન પર ભાર મુકવા અંગે વિષદ ચર્ચા કરેલી હતી. સરકારી કોલેજ ભેસાણના આચાર્ય શ્રી પાઠક સાહેબ દ્વારા ત્રણે વક્તાઓનો સુંદર પ્રતિભાવ આપેલો હતો અને ડૉ. ક્રિષ્ના ડેંયા દ્વારા આ સત્રની આભારવિધિ કરવામાં આવેલી હતી. આ કોન્ફરેન્સની વિશેષતા એ રહી કે આ કોન્ફરન્સ ઓનલાઈન અને ઓફલાઈન બંને રૂપમાં હોઈ ૬૫૩ શોધાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું હતું. શોધાર્થીઓની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં માટે ખાસ કરીને 14 જેટલા સમાનાંતર સેશન દ્વારા શોધાર્થીઓને પોતાને સંસોધન પત્રો રજુ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં 10 સમાનાંતર સેશન ઓફ લાઈન અને 4 સમાનાંતર સેશન ઓનલાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં ભરતા અને ભારત બહારની અનેક શોધાર્થીઓ દ્વારા પોતાના પપેર રજુ કરેલા હતા.અને આયુધ જર્નલમાં પ્રકાશિત પણ કરવામાં આવેલા હતા. સમાપન સત્રમાં વિવિધ પ્રતિભાગીઓ દ્વારા આ કોન્ફરેન્સ અંગેના પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બધાનો એકજ સુર હતો કે આ કોન્ફરેન્સનું આયોજન અભૂતપૂર્વ હતું અને ભવિષ્યમાં પણ આવા આયોજનો થતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને ફિડબેક આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના આચાર્ય ડૉ. એ.એસ.રાઠોડ અને બહાઉદ્દીન કોલેજના આચાર્ય ડૉ. પી.વી.બરસીયાના માર્ગદર્શનમાં યોજાયો હતો. આ કોન્ફરન્સને સફળ બનાવવાના માટે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના કોન્ફરેન્સ કન્વીનર ડૉ. ભાવેશ બી. કાછડીયા અને બહાઉદ્દીન કોલેજના કોન્ફરેન્સ કન્વીનર ડૉ. જિતેન પરમારે રાત દિવસ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ડૉ. જીગ્નેશ ઉપાધ્યાય , પ્રા. રીતેશ પટેલ , ડૉ.જગત તેરૈયા, ડૉ. રવિ દેકાણી, પ્રા. જયેશ વાલાણી ડૉ. શિરીષ ભારદ્વાજ. પ્રા.અશ્વિન પુંજાણી , ડૉ હેમલ વ્યાસ, ડૉ, જસ્મીના સારડા, ડૉ. હર્સિદા જગોદડીયા ,ડૉ. માલતી પાંડે, ડૉ.ક્રિષ્ના ડેયા, ડૉ, કલ્યાણી રાવલ , ડૉ, જાગૃતિ વ્યાસ, પ્રા.હંસા ગુજરિયા ,ડૉ. કેતન બુંન્હા, ડૉ.નેહલ જાની, ડૉ.રાજેશ્રી વાઝા, ડૉ,કિરણ વડોદરિયા, પ્રા. તૃપ્તિ ગજેરા ડૉ. જયાબેન વાઢેલ તથા શ્વેતા દવે તથા હીના પરમાર અને મોલિક શાહ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી તો બહાઉદ્દીન કોલેજમાંથી આર.એચ. પરમાર, સરવૈયા સાહેબ ,ભરત જોશી સાહેબ , ડાંગર સાહેબ, અમિતભાઈ ,મોંલીક ભાઈ, સોલંકી સાહેબ, ભાવના બેન ઠુંમર, દીપિકા કેવાલાની, અમિત વાઘેલા, દીનાબેન લોઢીયા, બારડ સાહેબ, કુરેશી સાહેબ, હાર્દિક રાજ્યગુરુ, કાલરીયા સાહેબ, જીગ્નેશ કાચા સાહેબ, વાલીબેન કરમટા ,મીનાક્ષીબેન, રચના બેન, ગીતાબેન ઓડેદરા, શાશીકાત સાહેબ, જાની સાહેબ, વગેરે એ રાત દિવસ મહેનત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ ઉપરાંત એન.સી.સી., એન.એસ .એસ. અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં સેવકથી લઈને પાઈલોટીંગ સુધીની જવાબદારી નિભાવવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કોલેજ/સ્કુલના શિક્ષકો દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન કાર્યક્રમમાં સતત મદદ મળી રહી હતી એવા દિલીપ કાટલીયા , અભિજિત જાડેજા, ઇમરાન ખાન વગેરેએ ખુબ જ મહેનત કરી હતી. બંને કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમ થતા રહે તે માટે MOU પણ કરવામાં આવેલા છે.