Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

કેમ્પસ પ્લેસમેન્ટ Sep-2023

12/09/2023
Auditorium Hall Dharmendrasinhji Arts College- Rajkot.

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે તા.12/09/2023 ના રોજ પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા તેમની આસપાસનાં વિસ્તારની નામાંકિત કમ્પનીઓ અને ઔધોગિક એકમોને આમંત્રણ મોકલાવેલ હતું., જેમાંથી 2 કંપની અને એકમો કેમ્પસ પ્લેસમેન્ટમાં પોતાની જરૂરીયાત મુજબના ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટરવ્યુ લેવા કોલેજમાં આવેલા હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજનાં વિવિધ વિષયના 50 વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ :36 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ અને ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. જેમાંથી ૧૮ વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યું આપેલા હતા. બાકીના વિદ્યાર્થીઓ ઉમર મર્યાદામાં આવતા ના હોય ઇન્ટરવ્યુંઆપી શક્યા અ હતા. કેમ્પસ પ્લેસમેન્ટનાં સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિંસિપાલ ડૉ. એ. એસ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રા.ભાવેશ બી. કાછડીયા એ કર્યું હતું. તા: 12/09/2023ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું ઉદ્ધાટન રાખવામાં આવ્યું હતું. ભૂગોળ ભવનના અધ્યાપક રીતેશ પટેલ દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી સાંભળી હતી. ત્યાર બાદ : 12/09/2023 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ઈન્ટરવ્યું લેવા આવેલ મહાનુભાઓએ ( VISION SCHOOL માંથી ડૉ.મુકેશ ભેસાનીયા સાહેબ ,અને Flipcart માંથી જ્યોમ દવે) પોતાની કંપનીઓ અંગે અને કામગીરી અંગે ટૂંકો પરિચય આપેલો હતો. ત્યારબાદ ઈન્ટરવ્યું કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં VISION SCHOOL માં કુલ ..1...વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ ....1.. વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા. જેમાં Flipcartમાં કુલ ..18...વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ .....12. વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા. FEB કેરિયર પાથમાંથી લોરેન્સ ડેવિડ સાહેબ વ્યસ્તતાના લીધે હાજર રહી શકા ના હતા તેમન MBAGLOBAL માંથી BM PATEL હાજર હતા પરંતુ તેમને આકસ્મિક કારણોસર જવું થતા ઉપરોક્ત બંને કંપનીઓને હવે પછીના સમયમાં પ્લેસમેન્ટ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી ખાતરી આપેલી છે. જે પ્લેસમેન્ટ સેલનાં સભ્યો અને કોલેજના અધ્યાપકોએ વિવિધ કામગીરી જેવી કે કંપનીઓને આમંત્રણ અને સ્વાગતની કામગીરી, વિદ્યાર્થીઓનાં રજીસ્ટ્રેશનની કામગીરી ડો. રીતેશ પટેલ, સાંભળી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડૉ એ.એસ.રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં અને ડૉ. ભાવેશ બી. કાછડીયાની અધ્યક્ષતામાં આયોજિત હતો.