Expert talk
12/09/2023
Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ના ઉદિશા ક્લબ દ્વારા આજ રોજ તારીખ 12/09/20023 ને મંગળવારના રોજ બેસિક સ્કીલ અને ઇન્ટર પર્સોનલ સ્કીલ અગે એક એક્ષ્પર્ટ લેકચરનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે કપુરિયા કોલેજ કાલાવાડના(શીતલા) અંગ્રેજીએ પ્રાધ્યાપક ડૉ.મુકેશ ભેસાનીયા હતા. વકતવ્યનુ આયોજન સેમીનાર હાલમાં ૧૧ વાગે રાખેલ હતું. જેમને સામાન્ય વાતચીતમાં અંગ્રેજીનું મહત્વ,વાતચીતમાં અગ્રેજી શીખવાનીચાવીઓ. અંગ્રેજી અને વ્યાકરણ,અંગ્રેજી અને વિશ્વ વ્યવસ્થા તેમજ સરળ રીતે અંગ્રેજી કઈ રીતે શીખી શકાય તેની માહિતી આપી હતી તો ઇન્ટર પર્સનલ સ્કીલ અગે પણ વિદ્યાર્થીઓને ખુબજ રસાળ શૈલીમાં માર્ગદર્શન આપેલું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઉદિશાના એક્સપર્ટ લેક્ચર સીરીઝ અંતર્ગત રાખવામાં આવેલો હતો.કાર્યક્રમને સફળ બનાવવામાં ઉદીશા કલબના કોર્ડીનેટર દર. ભાવેશ બી કાછડીયા,ઇતિહાસ વિભાગના ડૉ.જસ્મીનાબેન સારડા, રીતેશ પટેલ તેમજ ઉધિશા ક્લબના બધા જ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવેલી હતી. સંસ્થાના આચાર્ય શ્રી એસ રાઠોડ સાહેબે તમામ વિદ્યાર્થીઓને ઉન્નત ભવિષ્ય માટેની શુભેચ્છા પાઠવેલી હતી અને આવેલ મહેમાનનો પણ આભાર વ્યક્ત કરેલો હતો. ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજના મોટાભાગના અધ્યાપકો પોતાના વિધાર્થી સાથે ઉપસ્થિત રહી આ કાર્યક્રમ માણેલો હતો.