संस्कृत-सप्ताहोत्सव: समापन समारोहः - २०२३
03/09/2023
AUDITORIUM, Dh. College -Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ, સંસ્કૃત વિભાગ દ્વારા આચાર્ય શ્રી ડો. એ.એસ. રાઠોડની અનુમતિથી તેમજ સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. જીગ્નેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ 28/08/23 થી 03/09/23 દરમ્યાન સંસ્કૃત સપ્તાહ-2023 નું આયોજન થયું. શ્રાવણ સુદ પૂનમ (શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન)ને 'રાષ્ટ્રીય સંસ્કૃત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સંસ્કૃત સપ્તાહની ઉજવણી સમગ્ર દેશ અને વિદેશમાં થાય છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પણ દીપ પ્રાગટ્યથી સંસ્કૃત સપ્તાહની શરૂઆત કરી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન થયું. જે અંતર્ગત દશ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેમાં કોલેજનાં વિવિધ વિભાગના અધ્યાપકોએ નિર્ણાયકોની ભૂમિકા ભજવી તેમજ દરેક સ્પર્ધા ઉત્સાહભેર પૂર્ણ થઇ. નિર્ણાયકોની ભૂમિકા ભજવનાર અધ્યાપકો આ પ્રમાણે રહ્યાં. ૧. હેમલ મેડમ (હિંદી) ૨. જસ્મીના મેડમ (ઇતિહાસ) ૩. રાજેશ્રી મેડમ (અર્થ) સ્પર્ધા: ૧. (वदतु संस्कृतम्) સંસ્કૃત વાંચન ૨. (સંસ્કૃત સંભાષણ) સ્વ-પરિચય સંસ્કૃત ભાષામાં 3. આધુનિક સંસ્કૃત કાવ્યગાન સ્પર્ધા --------------------------------------------- ૧. નેહલ મેડમ (ગુજરાતી) ૨. ક્રિષ્ના મેડમ (અંગ્રેજી) ૩. હર્ષિદા મેડમ (અર્થ) સ્પર્ધા ૪. સંસ્કૃત શ્લોકગાન ૫. વૈદિક મંત્રગાન સ્પર્ધા ૬. સ્તોત્રગાન સ્પર્ધા --------------------------------------------- ૧. માલતી મેડમ (હિન્દી) ૨. જાગૃતિ મેડમ (મનોવિજ્ઞાન) સ્પર્ધા ૭. लिखतु संस्कृतम् (સંસ્કૃત સુલેખન, નિબંધ, મોબાઈલમાં પોસ્ટર, PPT પ્રતિયોગિતા) ૮. સંસ્કૃત મહિમા વિષય પર વક્તૃત્વ સ્પર્ધા ૯. नृत्यतु संस्कृतम् નૃત્ય સ્પર્ધા (સંસ્કૃત ગરબા, સ્થાનિક લોકનૃત્ય અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય વગેરે કાઇ પણ કરી શકો.) ૧. કિરણ મેડમ (ઇતિહાસ) ૨. કલ્યાણી મેડમ (અંગ્રેજી) સ્પર્ધા ૧૦. ભારતીય પરંપરાગત પરિધાન સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષ ડો. જે.આર. તેરૈયા તેમજ પ્રાધ્યાપિકા ડો. હંસા ગુજરિયા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સુચારુ વ્યપસ્થાપન અને સંચાલન કરવામાં આવ્યું હતું. *जयतु संस्कृतम् जयतु भारतम् ।*