ગીત સંગીત નૃત્ય ધારા દ્વારા આયોજિત ‘આઝાદીનું મહાત્મ્યગાન’નો અહેવાલ (2023-2024)
19/08/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત ગીત સંગીત નૃત્યધારા દ્વારા તા.19/8/2023ને શનિવારનાં રોજ સવારે 10:30 વાગ્યે ઓડીટોરિયમમાં સ્વાતંત્ર્યપર્વ સંદર્ભે ‘આઝાદીનું મહાત્મ્યગાન’ કાર્યક્રમ યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં સેમ-3ની વિદ્યાર્થિની ખુંટી નેહલ એસ.એ આઝાદીનાં લડવૈયાઓ વિષે વાત કરેલ. સેમ-3ની વિદ્યાર્થિની રાણીંગા દિયા જે.એ ‘મેરી મિટ્ટી’ ગીત રજૂ કર્યું હતું. સેમ-1ની વિદ્યાર્થિની લીંબાસીયા મેઘા એચ.એ ચંદ્રશેખર આઝાદ તથા વીર ભગતસિંહ જેવા શહીદોની ગાથા રજૂ કરી હતી. સેમ-3ની વિદ્યાર્થિની ચાવડા માલતી કે.એ સુભાષચન્દ્ર બોઝ તથા અન્ય ક્રાંતિવીરોની અનન્ય દેશદાઝ વિષે વાત કરી હતી. સેમ-1ની વિદ્યાર્થિની ઝાલા અપેક્ષાબા પી.એ સ્વ-રચિત દેશભક્તિ ગીત તેમજ ભારતના પોતાના શબ્દોમાં 1947થી આજ સુધીની કથા અભિવ્યક્ત કરી હતી. સેમ-1ની વિદ્યાર્થિની જાડેજા ઋત્વીબા આર.એ આઝાદીના લડવૈયાઓના સાહસગાન સાથે અત્યારે આપણી આઝાદીને જાળવવાની જવાબદારીઓ વિષે વક્તવ્ય આપેલ. સેમ-3ની વિદ્યાર્થિની બજાણીયા બિંદીયા એન.એ ‘મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન’ ગીત રજૂ કરેલ. સેમ-3નાં વિદ્યાર્થી ગઢવી આર્યન વિ.એ ‘સંદેશે આતે હૈ’, ‘માઈ તેરી ચુનરિયા’ તથા ‘એ મેરે વતન કે લોગો’ ગીતો રજૂ કરેલ. સેમ-1નાં વિદ્યાર્થી સરધારા ધાર્મિક વી.એ આઝાદી માટે પોતાનું જીવન કુરબાન કરી દેનારા શહીદોની વીરગાથા રજૂ કરેલ. સેમ-5નાં વિદ્યાર્થી દલ અરમાન એસ. દ્વારા આઝાદી મેળવવામાં ગાંધીજીની ભૂમિકા વિષે વાત કરવામાં આવી. સેમ-3નાં વિદ્યાર્થી ચૌહાણ સહદેવસિંહ ડી. દ્વારા આઝાદીની લડત સમયનાં ગુજરાતનાં વીરોની સાહસગાથા રજૂ કારવામાં આવી. સેમ-1નાં વિદ્યાર્થી દાવડા કુલદીપ આર.એ આઝાદીની લડતનાં સમયને વર્ણવતું સપાખરું રજૂ કરેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ તથા ડૉ.એચ.જી.જગોદડિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી સફળતાપૂર્વક પાર પાડેલ.