संस्कृत-सप्ताहोत्सव: - २०२३
28/08/2023
AUDITORIUM, Dh. College -Rajkot
जयतु संस्कृतम् जयतु भारतम् । શ્રાવણ સુદ પૂનમ (શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન)ને 'રાષ્ટ્રીય સંસ્કૃત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સંસ્કૃત સપ્તાહની ઉજવણી સમગ્ર દેશ અને વિદેશમાં થાય છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં દીપ પ્રાગટ્યથી સંસ્કૃત સપ્તાહની શરૂઆત થઇ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન ખુલ્લુ મુકવામાં આવ્યું. આ સાત દિવસ દરમ્યાન આ મુજબની સ્પર્ધાઑ થશે. ૧. (वदतु संस्कृतम्) સંસ્કૃત વાંચન ૨. (સંસ્કૃત સંભાષણ) સ્વ-પરિચય સંસ્કૃત ભાષામાં ૩. સંસ્કૃત મહિમા વિષય પર વક્તૃત્વ સ્પર્ધા ૪. સંસ્કૃત શ્લોકગાન ૫. વૈદિક મંત્રગાન સ્પર્ધા ૬. સ્તોત્રગાન સ્પર્ધા ૭. આધુનિક સંસ્કૃત કાવ્યગાન સ્પર્ધા ૮. नृत्यतु संस्कृतम् નૃત્ય સ્પર્ધા (સંસ્કૃત ગરબા, સ્થાનિક લોકનૃત્ય અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય વગેરે કાઇ પણ કરી શકો.) ૯. लिखतु संस्कृतम् (સંસ્કૃત સુલેખન, નિબંધ, મોબાઈલમાં પોસ્ટર, PPT પ્રતિયોગિતા)