Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Educational Tour - History & Poli. Sci. Department

22/08/2023
MAHATMA GANDHI MUSEUM AND WATSON MUSEUM

તા. ૨૨/૮/૨૦૨૩ ને મંગળવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ,ઈતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા આચાર્ય શ્રી ડો. એ.એસ. રાઠોડની અનુમતિથી તેમજ સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. જીગ્નેશ ઉપાધ્યાય તેમજ ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પુંજાણી સાહેબ અને પ્રાધ્યાપક ડો. જે. એચ. સારડાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું. જે અંતર્ગત વિદ્યાર્થીઓને રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ તેમજ વોટસન મ્યુઝિયમની મુલાકાતે લઈ જવામાં આવ્યા. ઈતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના 60 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો આ મુલાકાતમાં જોડાયા. સવારે 10 વાગ્યે મ્યુઝિયમમાં પ્રવેશ લીધો અને લગભગ 39 જેટલા ખંડોમાં વહેંચાયેલ મહાત્મા ગાંધીજીના જીવનનું સંપૂર્ણ દર્શન કરી લગભગ ૨ વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ બહાર આવ્યા. મહાત્મા ગાંધી પોતાના જીવનને જ પોતાનો સંદેશ ગણાવે છે. તેમના 11 મહાવ્રતોની સંપૂર્ણ ઝાંખી મ્યુઝિયમમાં વિદ્યાર્થીઓ સમક્ષ જાણે આબેહૂબ પ્રગટ થઈ. બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લેવામાં આવી આ મ્યુઝિયમ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેમજ અત્રે પ્રાગ્ ઐતિહાસિક સમયથી લઈ અને આઝાદી પૂર્વેના રજવાડાઓનાં સ્થાપત્યો, શિલાલેખો તેમજ અન્ય તમામ શૈક્ષિણક રીતે મહત્વ ધરાવતી સુંદર અને દુર્લભ વસ્તુઓનું અવલોકન કર્યું. આમ આ શૈક્ષણિક પ્રવાસ વાસ્તવિક રીતે સાર્થક રહ્યો. ઈતિહાસ વિભાગના પ્રાધ્યાપક ડો. કે. એસ. વાડોદરીયા સતત વિદ્યાર્થીઓ સાથે આ પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા.