સાડી ડેનો અહેવાલ (2023-2024)
17/08/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.17/08/2023ને ગુરુવારના રોજ ‘સાડી ડે’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે કૉલેજની વિદ્યાર્થિની બહેનોએ સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં ફાળો આપ્યો. બપોરે 01:00 વાગ્યે ઓડીટોરિયમમાં કૉલેજની દરેક વિદ્યાર્થિનીઓ હાજર રહેલ અને ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, નારી વગેરે જેવા વિષય પર પોતાના વિચારો વ્યક્ત કાર્ય હતા. સેમ-3ના વિદ્યાર્થિની ચાવડા માલતી કે., સેમ-3ના વિદ્યાર્થિની સોમાણી આશિયાના પી., સેમ-3ના વિદ્યાર્થિની પરમાર ઈશા એમ., સેમ-3ના વિદ્યાર્થિની નિમાવત ધારા એચ., સેમ-3ના વિદ્યાર્થિની દાફડા કિરણ જે., સેમ-3ના વિદ્યાર્થિની જાડા હેતલ બી., સેમ-3ના વિદ્યાર્થિની રાણીંગા દિયા જે. અને સેમ-1ના વિદ્યાર્થિની લીંબાસીયા મેઘા એચ.એ પોતાના વિચારો વ્યક્ત કરેલ. ઉપસ્થિત અધ્યાપક બહેનો ડૉ.જે.એસ.સારડા, ડૉ.કે.ડી.દૈયા, ડૉ.કે.એસ.રાવલ, ડૉ.જે.જે.વ્યાસ, ડૉ.એચ.બી.ગુજરિયા, ડૉ.એમ.બી.પાંડેય, ડૉ.કે.એસ.વાડોદરિયા, ડૉ.જે.એચ.વાઢેલ તથા ડૉ.એન.વી.જાનીએ હાજર રહીને પ્રસંગોચિત્ત વક્તવ્ય આપ્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજના અધ્યાપક્શ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ. કૉલેજના કાર્યકારી આચાર્યશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયની સંમતિ, માર્ગદર્શન અને સુચન તળે સાડી ડેનું સમગ્ર આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાનીએ સ્ટાફમિત્રોની સહાયથી સંપન્ન કરેલ.