Currior Counceling Seminar For Students
12/08/2023
Auditorium Hall Dharmendrasinhji Arts College- Rajkot.
આજ રોજ તા: ૧૨/૦૮/૨૦૨૩ ને શનિવારના રોજ સવારે 10 થી 11 ના સમયે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના રાજકોટના ઓડીટોરીયમ હોલ ખાતે પ્લેસમેન્ટ સેલ અને કેરિયર કાઉન્સેલિંગ સેલ દ્વારા 'કેરિયર કાઉન્સેલિંગ ફોર કોમ્પિટેટીવ એક્ઝામ' વિષય પર એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું હતું. જે આ બાબતના પ્રોફેશનલ સ્પીકરતથા ઘણી બધી નામાંકિત શાળા -કોલેજોમાં આ બાબતનું માર્દર્શન આપવા જનાર અને આ બાબતનો ૩૨ વરસનો બહોળો અનુભવ ધરાવનાર અને વિવિધ સાત જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલ , શ્રી ટાંક સાહેબનું વ્યાખ્યાન ગોઠવેલું હતું .જેમણે પોતાની આગવી શેલીમાં ખુબજ રસપ્રદ રીતે ,વિવિધ જીવંત ઉદાહરણો સહીત, મુદ્દાસર માર્ગદર્શન આપ્યું હતું . વિદ્યાર્થીઓએ ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.એ.એસ.રાઠોરેના માર્ગદર્શનમાં કરવામાં આવેલું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. ભાવેશ કાછડીયા અને ડૉ. જાગૃતિ વ્યાસ દ્વારા કરવામાં આવેલું હતું અને આભારવિધિ ડૉ જસ્મીના સારડા દ્વારા કરવામાં આવેલ હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.