કવિશ્રી ઉમાશંકર જોશીની 113મી જન્મજયંતિની ઉજવણીનો અહેવાલ ગુજરાતી વિભાગ (2023-2024)
21/07/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા તા.22/07/2023ને શનિવારના રોજ બપોરે 12:00 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમ ખાતે કવિશ્રી ઉમાશંકર જોશીની 113મી જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયો. ઉમાશંકર જોશીના સાહિત્યિક પ્રદાનને બિરદાવવા માટે યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદમાં સેમ-5ના વિદ્યાર્થી સોલંકી દેવાંગ આર.એ ઉમાશંકર જોશીના જીવન-કવન વિષે સર્વેને માહિતગાર કરેલ. સેમ-5ના વિદ્યાર્થી પરમાર રાજ એ. ‘ગુજરીની ગોદડી’ વાર્તાનું રસદર્શન, સેમ-3ના વિદ્યાર્થિની દાફડા કિરણ જે.એ ‘ગુજરાત મોરી મોરી...’ કવિતાનો પાઠ, સેમ-5ના વિદ્યાર્થી ગોહિલ યાજ્ઞિક એમ.એ ‘મુકુલના બહેન’ વાર્તાનો આસ્વાદ, સેમ-3ના વિદ્યાર્થિની ચાવડા માલતી કે.એ ‘ભોમિયા વિના...’નું કાવ્યપઠન, સેમ-5ના વિદ્યાર્થી ભટ્ટી મોહિત ડી.એ ‘મારી ચંપાનો વર’ વાર્તા વિષે રસપ્રદ નિરીક્ષણ રજૂ કર્યું હતું. બાદમાં ડૉ.એન.વી.જાની દ્વારા પ્રસંગોચિત્ત વક્તવ્ય રજૂ કરવામાં આવેલ. સેમ-3ના વિદ્યાર્થી પાંચાલ જયેશ એમ.એ ઉમાશંકર જોશીના સર્જન વિષે માહિતી આપી હતી. સેમ-1ના વિદ્યાર્થી ગડીયલ મીત એ. દ્વારા ઉમાશંકર જોશીની ‘તમે અમને આંખો આપી...’ કવિતાનું પઠન, સેમ-3ના વિદ્યાર્થી ગઢવી આર્યન વી.એ ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ કવિતાનો રસવાહી પાઠ, સેમ-1ના વિદ્યાર્થિની ઝાલા અપેક્ષાબા પી.એ ‘વિશ્વમાનવી’ કવિતાનું આકર્ષક શૈલીમાં પઠન કર્યું હતું. ત્યારબાદ ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય વિષે મનનીય રજૂઆત કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાય અને ડૉ.કે.યુ.બુંહાની ઉપસ્થિતિ પણ પ્રેરક રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સેમ-5ના વિદ્યાર્થી પરવાડિયા હાર્દિક કે. દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન અને સુચન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.