મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનનો અહેવાલ (2023-2024)
10/07/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના મહિલા સેલ અંતર્ગત તા.10/07/2023ને સોમવારના રોજ બપોરે 12:00 વાગ્યે સેમિનાર હોલમાં વિદ્યાર્થિની બહેનો માટે ‘મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન’ શીર્ષક હેઠળ એક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં વિશેષજ્ઞ તરીકે શ્રી નીલાબહેન પટ્ટણી વક્તા તરીકે પધારેલ. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા સેલના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેયએ વક્તાને આવકાર અને પરિચય આપેલ. ત્યારબાદ શ્રી નીલાબહેન પટ્ટણીએ બહેનોને લગતી સમસ્યા જેવી કે બ્યુકોરિયા અને ગ્રીવા કેન્સર તથા એના સમાધાન વિશે વિગતે વાત કરી હતી. બાદમાં વિદ્યાર્થિની બહેનો સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી. કાર્યક્રમની આભારવિધિ ડૉ.જે.એચ.વાઢેળએ કરી હતી. આ તકે કૉલેજના મહિલા અધ્યાપકશ્રીઓ પણ ઉપસ્થિત રહેલ. આચાર્યશ્રીની સૂચના તથા માર્ગદર્શન અનુસાર સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મહિલા સેલના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેયએ સ્ટાફમિત્રોની સહાયથી સફળતાપૂર્ણ રીતે પાર પાડેલ.