Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’નો અહેવાલ (2023-2024)

21/06/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટના શા.શિ. અને રમતગમત વિભાગ તથા ખેલ,કૂદ, યોગધારા દ્વારા તા.21/06/2023ને બુધવારના રોજ સવારે 07:00 વાગ્યે કૉલેજના પ્રાંગણમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યોગના જાણીતા ટ્રેનર શ્રી હર્ષાબેન ઉપસ્થિત રહ્યાં હતા. એમણે કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને વિભિન્ન યોગાસનો કરાવ્યા હતા તથા યોગનું મહત્વ દૈનિક જીવનચર્યામાં શું છે તે વિશે સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કૉલેજના પી.ટી.આઈ. ડૉ શ્વેતા એન. દવેએ આચાર્યશ્રી ડૉ.એ.આર.રાઠોડસાહેબના સૂચન તેમજ માર્ગદર્શન તળે સફળતાપૂર્વક પાર પાડેલ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કૉલેજનો સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા. આ દિવસે યોગ અંગે સરકાર દ્વારા યોગ અંગે નિયત કરેલ સમયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સફળ રીતે આજનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.