ગુરુપૂર્ણિમા અહેવાલ (2023-2024)
03/07/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.03/07/2023ને સોમવારના રોજ સવારે 11:00 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે જોશી અક્ષય એસ., જોશી અભય એસ., દવે દિવ્ય પી. તથા જાની કુમ ટી. દ્વારા સમૂહમાં મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને એ મંત્રોચ્ચાર વખતે કૉલેજના ઈતિહાસ વિભાગના અધ્યક્ષશ્રી એ.એસ.પુંજાણી તથા હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસ તથા વિદ્યાર્થીઓ રાયચુરા માનસી એ., ગોસ્વામી હિરલ બી. તથા દાવડા કુલદીપ આર. દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈતિહાસ વિભાગાધ્યક્ષ એ.એસ.પુંજાણીએ પ્રસંગાનુરૂપ વક્તવ્ય આપેલ બાદમાં ઝાલા અપેક્ષાબા પી.એ ‘જીવનમાં ગુરુના મહત્વ’, લીંબાસિયા મેઘા એચ.એ ‘ગુરુપૂર્ણિમાનું મહત્વ’, ગોહિલ યાજ્ઞિક એમ.એ ગુરુ વિશેની કવિતા, મકવાણા આશિષ જે.એ ‘ગુરુ વિશેનો પ્રસંગવિશેષ’, ગડીયલ મિત એ.એ ‘જીવનમાં ગુરુની અનિવાર્યતા’, જગોત શાહિના આર.એ ગુરુ વિષયક કાવ્યપાઠ, ગઢવી આર્યન વી.એ દિનવિશેષ તથા સોલંકી વંદના એ.એ ‘ગુરુપૂર્ણિમા’ વિષય પર આકર્ષક રજૂઆત કરી હતી. કાર્યક્રમની આભારવિધિ ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ.એચ.બી.ગુજરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે અધ્યાપકશ્રીઓનું કાર્ડ અને પુષ્પ આપીને પાઈક શિવલી એસ. તથા કાઝી નિરમા એમ. દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે દરેક વિભાગાધ્યક્ષ તથા અધ્યાપકશ્રીઓએ હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન ડૉ.એન.વી.જાનીએ ડૉ.જે.એસ.ઉપાધ્યાયની સુચના તથા માર્ગદર્શન તળે, સર્વે સ્ટાફમિત્રોની સહાયથી પાર પાડેલ