ઉદિશા અંતર્ગત એક્સપર્ટ લેક્ચર
28/03/2023
Auditorium Hall
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ના ઉદિશા ક્લબ દ્વારા આજરોજ તારીખ 28 3 20023 ને મંગળવારના રોજ દ્વારા ગાંધીનગરના ઇતિહાસ વિદ શ્રી જે. વી. શાહ ના વકતવ્યનુ આયોજન ઓડિટોરિયમ હાલમાં ૧૧ વાગે રાખેલ હતું. જેમણે ઇતિહાસ લેખન, તથ્યોની સાચવણી, અભિલેખાગાર અને અભિલેખાગાર ની ઉપાદેયતા, ભવિષ્યમાં થનાર સંશોધનો માટે અ અભિલેખાગારનું મહત્વ તેમજ ગુજરાત ના વિવિધ રાજવીઓ દ્વારા સંભાળવામાં આવેલા અભિલેખાગર અંગેની વિસ્તૃત માહિતી આપેલી હતી આ સમગ્ર કાર્યક્રમ ઉદિશાના એક્સપર્ટ લેક્ચર સીરીઝ અંતર્ગત રાખવામાં આવેલો હતો.કાર્યક્રમને સફળ બનાવવામાં ઇતિહાસ વિભાગ તેમજ ઉધિશા ક્લબના બધા જ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવેલી હતી. સંસ્થાના આચાર્ય શ્રી એસ રાઠોડ સાહેબે તમામ વિદ્યાર્થીઓને ઉન્નત ભવિષ્ય માટેની શુભેચ્છા પાઠવેલી હતી અને આવેલ મહેમાનનો પણ આભાર વ્યક્ત કરેલો હતો. ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજના તમામ અધ્યાપકો પોતાના વિધાર્થી સાથે ઉપસ્થિત રહી આ કાર્યક્રમ માણેલો હતો. આ વ્યાખ્યાનમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટીના અને વિવિધ કોલેજોમાં અધ્યાપકો પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ લાયબ્રેરીમાં દસ્તાવેજ પ્રદર્શન રાખેલ હતું.તેની પણ વિદ્યાર્થીઓ અને પ્રધ્યાપશ્રીઓ દ્વારા મુલાકાત લીધેલી હતી.