दीक्षांत समारोह - २०२३
25/03/2023
संस्कृत विभाग
આજ રોજ કૉલેજનાં સંસ્કૃતવિભાગ નાં સેમ - ૬ નાં વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારોહ યોજાયો. જે અંતર્ગત સેમ - ૬ નાં વિદ્યાર્થીઓએ પોતાની ત્રણ વર્ષની યાદોને વાગોળી, સારા - નરસા પ્રસગો ને યાદ કર્યા હતા. ત્રણ વર્ષ દરમ્યાન કોલેજ તરફ થી મળેલ સુવિધા,જ્ઞાન અને શીખ તેઓનાં ભાવિનું ભાથું બની રહેશે તેવા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કૉલેજના આચાર્યશ્રી ડો. એ. એસ. રાઠોડ સાહેબ તેમજ ડો. જે.એસ. ઉપાઘ્યાય સાહેબ તરફથી સદાય સકારાત્મક પ્રોત્સાહન અને પ્રેરણા બદલ વિદ્યાર્થીઓએ સૌનો ઋણ સ્વીકાર કરી કાર્યક્ર્મનું સમાપન કર્યું હતું. સંસ્કૃત વિભાગના અઘ્યક્ષ ડો. જે.આર. તેરૈયા તેમજ પ્રાધ્યાપિકા હંસા ગુજરિયા મેડમ દ્વારા વિદ્યાર્થીઓ ને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પણ સંસ્કૃત વિભાગને યાદગીરી સ્વરૂપે આ તકે વોલ કલોક આપવામા આવી હતી. ડો. જે.આર. તેરૈયા તેમજ પ્રાધ્યાપિકા હંસા ગુજરિયા મેડમ દ્વારા વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અને સંબોધન સાથે કાર્યક્રમ સંપન્ન થયો ત્યાર બાદ કોલેજના ઓડિટોરિયમમાં સમૂહ કાર્યક્રમ માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ, જ્યાં સંસ્કૃત વિભાગના વિદ્યાર્થી માંડેલિયા સાહિલ દ્વારા સમ્પૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. અલ્પાહાર સાથે કાર્યક્રમનુ સમાપન થયું.