Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Expert Lecture on Power of Youth at Globe

06/03/2023
Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે આજ રોજ તારીખ 6/ 3/ 2023 નાર સોમવારના રોજ G-20 સમિટ 2023 અંતર્ગત Expert Lecture on Power of Youth at Globe ની થીમ અન્વયે એક યુવાઓને માર્ગદર્શન આપતું એક એક્સપર્ટ લેક્ચર ગોઠવવામાં આવેલું હતું. જેના મુખ્ય વક્તા તરીકે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વયંસેવક શ્રી કૌશિકભાઈ ગોસ્વામી તથા રામકૃષ્ણ આશ્રમના સ્વામી શ્રી મેઘજાનંદશ્રી હતા, જેમણે રાષ્ટ્ર નિર્માણ અને ચરિત્ર નિર્માણ એવા વિષય પર તથા સ્વામી વિવેકાનંદની જીવન જરમર અને તેમના વિચારો સાંપ્રત સમયમાં પ્રસ્તુત કઈ રીતે થઈ શકે, તેમજ વેદ અને ઉપનિષદોનું જ્ઞાન વર્તમાનના જીવનમાં કઈ રીતે આવશ્યક બની શકે, તેમજ ભારત વિશ્વગુરુના રૂપે કઈ રીતે પ્રસ્થાપિત થઈ શકે .આ અંગે માર્મિક અને હૃદય સ્પર્શી વ્યાખ્યાન આપેલું હતું. આ એક્સપર્ટ લેક્ચર અંતર્ગત તેમણે સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃત ભાષાની વર્તમાનમાં પ્રસંગિકતા તેમજ વૈશ્વિક લેવલે પણ સંસ્કૃત ભાષાની મહત્તાને પણ દર્શાવેલી હતી. સાથે સાથે રામકૃષ્ણ આશ્રમ દ્વારા યુવાઓને પર્સનાલિટી ડેવલોપમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આધ્યાત્મિક વિચારોનું સંયોજન સ્વરૂપે તેમના આશ્રમમાં થતી વિવિધ એક્ટિવિટીઝને સમજાવી હતી ,અને તેમાં થતી વિવિધ શિબિરોમાં વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ભાગ લઈ શકે તે અંગેનું આમંત્રણ પણ પાઠવવામાં આવેલું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ બી કાછડીયા દ્વારા કરવામાં આવેલું હતું તેમજ કાર્યક્રમની ડો. જગતભાઈ તેરૈયા દ્વારા આભાર વિધિ કરવામાં કરવામાં આવેલી હતી. આ સમયે G-20ના નોડલ ઓફિસર ડોક્ટર જસ્મીનાબેન સારડા દ્વારા કૌશિકભાઈ અને સ્વામીશ્રીનું પુસ્તક નહીં પરંતુ શ્રીમદ્ ભગવત ગીતાના પુસ્તકો દ્વારા સન્માન કરવામાં આવેલું હતું. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડોક્ટર એ. એસ. રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં યોજાયેલો હતો.