આત્મહત્યા નિવારણ દિવસ
27/02/2023
Rajkot
તારીખ 10 સપ્ટેમ્બરનાં રોજ આત્મહત્યા નિવારણ દિવસ હોવાથી મનોવિજ્ઞાન વિભાગ દ્વારા તારીખ 12-09-2022 ને સોમવારના રોજ આ અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેને અનુલક્ષીને આ કોલેજનાં સેમીનાર હોલમાં PPT દ્વારા ડૉ.જાગૃતિ જે.વ્યાસે વ્યાખ્યાન આપેલ. જેમાં આત્મહત્યાનું મનોવિજ્ઞાન શું છે? આત્મહત્યા કરનાર વ્યક્તિમાં અગાઉ કેવા લક્ષણો દેખાય છે, તેને તમે કઈ રીતે ઓળખી શકો? તેને આત્મહત્યા કરતાં કઈ રીતે રોકી શકાય? તેની કઈ રીતે મદદ કરી શકાય? માનસિક રોગો,ખાસ કરીને ડીપ્રેશન અને આત્મહત્યા વચ્ચેનો સંબંધ તથા આત્મહત્યા વિશેની છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય માહિતી વગેરે મુદ્દાઓની છણાવટ કરવામાં આવેલ.જેથી વિદ્યાર્થીઓ આ બાબતને બરાબર સમજી શકે. જાગૃત થાય તેમજ આવી વ્યક્તિ પોતાની આસપાસ હોય તો ઓળખી શકે અને મદદ કરી શકે.