‘નવરાત્રી ઉત્સવ’
09/10/2019
Rajakot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ. ‘ગીત, સંગીત, નૃત્યધારા’ (2019-2020) અંતર્ગત ‘નવરાત્રી ઉત્સવ’ નો અહેવાલ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે સપ્તધારાની ‘ગીત, સંગીત, નૃત્યધારા’ અંતર્ગત તા.09/10/2019ને બુધવારના રોજ અત્રેની કૉલેજના કેમ્પસમાં ‘નવરાત્રી ઉત્સવ’ યોજવામાં આવેલ. સવારે 09 થી 12ના સમય દરમિયાન કૉલેજના સર્વે વિદ્યાર્થીઓએ તેમજ અધ્યાપકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધેલ. સૌપ્રથમમા અંબાની આરતી કર્યા બાદ સહુ રાસ મગ્ન થયા હતા. વચ્ચે થોડા સમયનો વિરામ હતો એ દરમિયાન કૉલેજના સેમ-1ના વિધાર્થીએ ખૂબ જ સરસ ડાન્સ રજૂ કર્યો હતો. ત્યાર બાદ સનેડો, હીંચ વગેરે લઇ બધાએ ખૂબ મજામાણી હતી. કાર્યક્રમને અંતે કૉલેજની પરંપરા મુજબ રાષ્ટ્રગાન કરવામાં આવેલ. ત્યારબાદ ડૉ.નેહલબેન જાની તરફથી શીંગ રેવડીની પ્રસાદી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં પરંપરાગત વેશભૂષામાં તેમજ રાસમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપેલ હતા .