Celebration of Vasant Panchami - Saraswati Poojan
27/01/2023
Sanskrit Department, Room No. 18, Dh. College - Rajkot
આજ રોજ વસંત પંચમી નિમિત્તે આચાર્યશ્રી ડો.એ.એસ.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગ દ્વારા સરસ્વતી પૂજનનો કાર્યક્રમ અને વ્યાખ્યાનનું આયોજન થયું. જેમાં સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી તેમજ સંસ્કૃત વિષય સેમ -6 નાં વિદ્યાર્થી માંડલિયા સાહિલ દ્વારા PPT નાં માધ્યમ થી વસંત પંચમીનું માહાત્મ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા માતા સરસ્વતીનું પુષ્પ માળા દ્વારા પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. જે.આર. તેરૈયા, ડો. ભાવેશ કાછડીયા, ડૉ. જસ્મિના સારડા તેમજ ડો. જીગ્નેશ ઉપાઘ્યાય સાહેબ ઉપસ્થિત રહ્યાં હતા. ડો. કાછડીયા દ્વારા વસંત પંચમીનું મહત્વ, વિવિધ ધર્મ, સંપ્રદાયો તેમજ પ્રકૃતિ સાથે વસંત ઋતુના સંબંધ વિશે ઉદ્બોધન આપવામાં આવ્યુ, ડો. જીગ્નેશ ઉપાધ્યાય દ્વારા માતા સરસ્વતીના પ્રાગટ્ય વિષયક વૈદિક અને પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને વસંત ઋતુ સાથે જોડાયેલ ભારતીય પરંપરાઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગ અધ્યક્ષ ડો. જે.આર. તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.