Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

G-20 સમિટ 2023 અંતર્ગત કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને વ્યાખ્યાનનું આયોજન

24/01/2023
Auditorium Hall Dharmendrasinhji Arts College- Rajkot.

આજ રોજ તા: 24/01/2023 ના ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ખાતે કોલેજના આચાર્ય ડૉ. એ એસ રાઠોડ સાહેબની પ્રેરણાથી G-20 સમિટ 2023 ઉદ્ઘાટન કાર્યક્રમ અને આ અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ. જસ્મીના સારડા દ્વારા કરવામાં આવેલું હતું. આ કોલેજના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવેશ બો. કાછડીયા દ્વારા G-20 સમિટની પૂર્વેના અંતરાષ્ટ્રીય સંબંધો, G-20 સમિટની શરૂઆત, તેની સામાજિક,આર્થિક ,રાજનૈતિક, અને આંતરાષ્ટ્રીય અસરની વિગતે ચર્ચા કરી હતી. ભારતને G-20 સમિટ 2023 નું વડપણ કરવાની તક મળેલી અને આ સંદર્ભે Y 20 ની પણ ચર્ચા અને આખા વર્ષ દરમ્યાન થનાર કાર્યક્રમોની વિગતે ચર્ચા કરેલી હતી. આ સાથે કોલેજમાં થનાર કાર્યક્રમોની તવારીખ પણ નક્કી કરવામાં આવેલી હતી. યુવાઓનું રાષ્ટ્ર નિર્માણમાં ઉપદેયતા અને તેની આવશ્યકતાની વિગતે ચર્ચા કરવામાં આવેલી હતી . અ પ્રસંગે ડૉ. ઉપાધ્યાય દ્વારા પ્રસંગોચીત ઉદ્બોધન આપેલું હતું.