Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વર્ષ ૨૦૨૧-૨૨ માં તત્વજ્ઞાન વિષયની ઉપલબ્ધી

20/01/2023
Dharmendra Singh Arts College-Rajkot

આજે તા: ૨૦/0૧/૨૦૨૩ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ માટે ગૌરવની પ્રતિકસમી બની રહી . આજે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજનાતત્વજ્ઞાન વિષયોમાં વર્વિષ ૨૦૨૧-૨૨ ની વિદ્યાર્થીની સાકરિયા જાનવી વિ. ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલ દીક્ષાંત સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવ્યો . ,આ બાબત માત્ર વિદ્યાર્થીઓના કુટુંબ માટે જ નહી પરંતુ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ બની ગયેલી હતી. રાજકોટની એક માત્ર આર્ટ્સ સરકારી કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સીટી કક્ષાએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરે તે પણ એક નહી પણ સતત ત્રણ ત્રણ વર્ષો સુધી સતત . એ બાબત અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષોથી આ કોલેજમાં અભ્યાસ કરતા તત્વજ્ઞાન વિષયોના વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રકો મેળવી રહ્યા છે. જે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજની તત્વજ્ઞાન વિષયોમાં ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા સૂચવે છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી એ.એસ. રાઠોડ સાહેબ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવેલી હતી.