EBSB
10/05/2020
Work From Home
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ EBSB CLUB પ્રવૃત્તિઓનો અહેવાલ તારીખ-10-05-2020 જ્યારે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કોવિડ19 ના કારણે વિશ્વ મહામારી વ્યાપેલી હોય ત્યારે ભારતમાં પણ lockdown ચાલી રહ્યું છે.આવા કપરા સમયે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ અંતર્ગત ચાલતા EBSB CLUB દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે EBSB CLUB ના કોડિનેટર ડો.હેમલ બેન વ્યાસે lockdown દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવૃત્ત રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓનોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ડિજિટલ માધ્યમથી નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરેલ છે. આ પ્રવૃત્તિઓમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત “ વિષયને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની ચિત્ર નિબંધ અને કાવ્ય લેખન જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપેલ છે.આ અંગેની જાણ કોલેજની વેબસાઈટમાં તેમજ તેમજ દરેક વિદ્યાર્થીઓને whatsapp ગ્રુપમાં કરવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમાં વિશેષ રસ અને રૂચી રાખે છે તેઓની રચના તારીખ-15-05-2020 સુધીમાં મંગાવેલ છે.ડો. હેમલ બેન વ્યાસ ઉત્સુક વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહી ને whatsapp વિડીયોકોલ અને ફોન દ્વારા માર્ગદર્શન અને પ્રેરણા આપી તેમનું મનોબળ વધારી રહ્યા છે. અને સાથે સાથે કોવિડ19 ની મહામારી માં lockdown માં ઘરમાં રહી પોતાને અને સમાજને સુરક્ષિત રાખવાની પ્રેરણા પણ આપી રહ્યા છે. ડો.હેમલ બેન વ્યાસઅને ડોએચ.એમ ગોહિલ દ્વારા છતીસગઢ સાહિત્ય ઈતિહાસ સંસ્કૃતિ પર આધારિત ઓનલાઈન QUIZ નું આયોજન કરવામાં આવેલ .જેમાં ભારત ભર થી ૪૬૬ પ્રતિભાગી એ QUIZ માં ભાગ લીધો હતો. હજુ આવનાર સમયમાં EBSB CLUB દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત અને જોડાયેલા રહે . EBSB CLUB દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ તમામ પ્રવૃત્તિઓનો અહેવાલ kcg માં મોકલી આપવામાં આવેલ છે ડો.હેમલ બેન વ્યાસ, EBSB CLUB કોડિનેટર, ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ.