AIDS Awareness Programme - Best Practice 1
30/11/2021
Dharmendrasinhji Arts College, Rajkot
આજરોજ તારીખ ૩૦/૧૧/૨૦૨૧ ના ૧૧:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ ,રાજકોટમાં ‘વિશ્વ એઈડ્ઝ દિવસ“ ના સંદર્ભે HIV એઈડ્ઝ જાગૃતિ અંગે, એઈડ્ઝ પ્રિવેન્શન ક્લબ રાજકોટના ડાયરેક્ટર શ્રીઅરુણ દવેની અધ્યક્ષતામાં વ્યાખ્યાનનું આયોજન કોલેજનાં આચાર્યશ્રી રાઠોડ સાહેબની પ્રેરણાથી criteria 7 અંતર્ગત બેસ્ટ પ્રેક્ટીસ વિશે કરવામાં આવ્યું. આ અંગે કાર્યક્રમની રૂપરેખા criteria 7 નાઅધ્યક્ષ શ્રીમતી હંસાબેન ગુજરીયા તથા ઉપાધ્યક્ષ શ્રી પુંજાણી સાહેબે તૈયાર કરી હતી ,કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરી પુંજાણી સાહેબે મહેમાનોનું શાબ્દિકસ્વાગત કરી, વક્તાઓનો પરિચય કરાવ્યો હતો. પુંજાણી સાહેબ તથા હેમલમેડમે મહેમાનોને સ્મૃતિભેંટ અર્પણ કરી.મુખ્યવક્તા એઈડ્ઝ પ્રિવેન્શન ક્લબ, રાજકોટના ડાયરેક્ટર શ્રીઅરુણ દવેએ વિશ્વ એઈડ્ઝ દિવસ વિશે માહિતી આપી ,HIV એઈડ્ઝની રોકથામ માટે લેવાની થતી કાળજી અંગે ઊંડાણ પૂર્વકની સમજઆપી, વિદ્યાર્થીઓને જાગૃત કરાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો. સાથે–સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતું . બીજાવક્તા લોકવિજ્ઞાન કેન્દ્ર,રાજકોટ ના ડાયરેક્ટર ડૉ.ભાયાણી સાહેબે આપણી જીવનશૈલી અને રોગો વિશે માહિતી આપી હતી. એઈડ્ઝ સહિત કોઈપણ રોગ થાય જ નહીં તે માટે શું કરી શકાય ?તે અંગે જીણવટપૂર્વકની અત્યંત ઉપયોગી માહિતી આપી વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું.પોતે પ્રાપ્ત કરેલ માહિતીનો ઉપયોગ કરી પોતાના ઘર-પરિવાર સાથે સમગ્ર સમાજને જગાડવાની હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં કૉલેજના સેમેસ્ટર ૧ અને ૩ ના વિદ્યાર્થીઓએ હાજર રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું .અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યુંહતું .કાર્યક્રમનુ સંચાલન પ્રાધ્યાપક શ્રીમતી હંસાબેન ગુજરીયાએ કર્યું હતું. આ તકે કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોએ હાજર રહી વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું.કાર્યક્રમમાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.