Visit to Bhichari Village
06/04/2022
Bhichari Village
પંચ પ્રકલ્પ અંતર્ગત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કાર્યક્રમ અહેવાલ તા.06-04-2022 બુધવાર ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ-રાજકોટ, દ્વારા તારીખ 6- 4- 2022ને બુધવાર ના સાંજે 6 વાગ્યે ભીચરી ગામે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું. ગામના સરપંચ માલાભાઈ ઝાપડા નો સંપર્ક કરી સમગ્ર કાર્યક્રમનું આયોજન આ કોલેજના અધ્યાપક ડો. જાગૃતીબેન વ્યાસ તથા પ્રોફેસર હંસાબેન ગુજરીયા એ કરેલ. આ કાર્યક્રમ અંતર્ગત ગામના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય, તેના શું ફાયદા છે? તથા કેટલાક ખેડૂતોએ આ રીત અપનાવીને ઉત્પાદન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવા ફાયદાઓ મેળવેલ છે તે અંગે ગૌશાળા નું સંચાલન કરતા કાંતિભાઇ પટેલે ખૂબ જ સુંદર રીતે ગામના ખેડૂતો સમક્ષ માહિતી આપેલ.જેમાં ગોબરમાથી કઈ રીતે કુદરતી ખાતર બનાવી શકાય ,ગૌમુત્ર માથી દવાઓ અને બીજી અનેક વસ્તુઓ બનાવીને જમીનની ફળદ્રુપતા અને જીવન કઈ રીતે બચાવી શકાય ,અનેઆ પ્રકારની ખેતી દ્વારા સમૃદ્ધિ અને સુખાકારી મેળવીને દેશની સેવા કઈ રીતે શકાય તે અંગે ખૂબ સરળ શબ્દોમાં સમજૂતી આપેલ. આજના કાર્યક્રમ ના વક્તા કાન્તીભાઈ પટેલ એ લગભગ ૨૫ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ના પ્રચારની સેવામાં કાર્યરત છે. તા.06-04-2022 ને બુધવારના રોજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ કોલેજમાંથી પંચ પ્રકલ્પ સમિતિના અધ્યક્ષ ડો. હેમલ બેન વ્યાસ, ગૌ આધારિત ખેતી સમિતિના અધ્યક્ષ ડો. જાગૃતીબેન વ્યાસ આ સમિતિના સભ્ય ડો. હર્ષિદાબેન જગોદડીયા, ડો. માલતીબેન પાંડે, પ્રો.હંસાબેન ગુજરીયા, ડો.હાર્દિક ભાઈ ગોહેલ, ડોક્ટર રવિભાઈ દેકાણી તથા કોલેજના વિદ્યાર્થીઓ ભીચરી ગામે ગયેલ.આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી કાન્તીભાઈ પટેલ નું તથા. ગામના સરપંચ માલાભાઈ ઝાપડા નું શાબ્દિક સ્વાગત ડો. હેમલ બેન વ્યાસે કરેલ તેમજ તેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત ડો. જાગૃતીબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ.અંતે કાર્યક્રમની આભાર વિધિ ડો. હર્ષિદાબેન જગોદડીયાએ કરેલ .આ રીતે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ.