Celebrations of Gita Jayanti
03/12/2022
સેમિનાર હોલ
તા. ૦૩/૧૨/૨૦૨૨ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે પ્રિન્સિપાલ ડૉ. એ.એસ.રાઠોડના માર્ગદર્શનમાં શ્રીમદ ભગવદ ગીતા જયંતી કાર્યક્રમની ઉજવણી થઈ જેમાં કોલેજના 70 વિદ્યાર્થીઓએ અને તમામ સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થી માંડલિયા સાહિલ, ચૌહાણ વિવેક તેમજ ચૌહાણ પ્રયાગ દ્વારા ભગવદ ગીતા ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સંસ્કૃત અને તત્વજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના 15 મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશભાઈ કાછડીયા દ્વારા તેમજ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. જગતભાઈ તેરૈયા દ્વારા ભગવદ ગીતાની પ્રાસંગિકતા વિશે ઉદ્બોબોધન આપવામાં આવ્યું હતું. કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો.જીગ્નેશ ઉપાધ્યાય સાહેબ દ્વારા પ્રસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજનાં અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટસ્વરૂપે આપી અનોખી રીતે ગીતા જયંતી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ બી. કાછડીયા, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. જગત તેરૈયા, તત્વજ્ઞાન વિભાગનાં પ્રા. તૃપ્તિ ગજેરા અને સંસ્કૃત વિભાગના પ્રા. હંસાબેન ગુજરીયા દ્વારા કરવામાં આવેલું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવામાં બંને વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી .