‘ગાયન, વાદન ઉત્સવ’ કાર્યક્રમનો અહેવાલ
18/09/2019
Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે સપ્તધારાની ‘ગીત, સંગીત, નૃત્યધારા’ અંતર્ગત તા.18/09/2019ને બુધવારના રોજ સવારે 09:00 વાગ્યે, અત્રેની કૉલેજના ઓડિટોરિયમમાં ‘ગાયન, વાદન ઉત્સવ’ કાર્યક્રમ યોજવામાં આવેલ જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુવક મહોત્સવમાં મોકલવા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની ગાયન, વાદનની લોકગીત, દુહા-છંદ, ભજન, હાલરડાં, હળવું કંઠ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓ માં વિદ્યાર્થીઓએ પોતાની કલાની રજૂઆતો કરી. લોકગીતમાં પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં પ્રથમ ક્રમે સેમ-૩ના વિદ્યાર્થી ધાધલ ભગીરથ આવેલ. દુહા-છંદમાં ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, જેમાં પણ પ્રથમ ક્રમે ધાધલ ભગીરથ આવેલ. ભજનમાં છ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં પ્રથમ ક્રમે સેમ-૩ના વિદ્યાર્થી જોશી જય આવેલ. હાલરડાંમાં બે વિદ્યાર્થીએ ભાગ લીધેલ જેમાં સેમ-1ના વિદ્યાર્થી મારુ ઉત્તમે પ્રથમ ક્રમ મેળવેલ. હળવું કંઠ્ય સંગીતમાં ત્રણ વિદ્યાર્થીએ ભાગ લીધેલ જેમાં પણ મારુ ઉત્તમ પ્રથમ આવેલ. શાસ્ત્રીય ગાયનમાં મારુ ઉત્તમ બિન હરીફ રહેલ. શાસ્ત્રીય વાદન (તાલવાદ્ય)માં બે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં સેમ-1ના વિદ્યાર્થી મારુ હિમાંશુ પ્રથમ આવેલ. શાસ્ત્રીય વાદન (સ્વરવાદ્ય)માં બે વિદ્યાર્થીએ ભાગ લીધેલ જેમાં પણ મારુ ઉત્તમ પ્રથમ આવેલ. આ દરેક ઇવેન્ટમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુવક મહોત્સવમાં અત્રેની કૉલેજનું પ્રતિનિધિત્વ કરેલ.