Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

બ્રીજ કોર્ષ (SEM-1) અર્થશાસ્ત્ર વિભાગ ૨૦૨૨-૨૩

08/09/2022
અર્થશાસ્ત્ર વિભાગ,ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટ

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વર્ષ- ૨૦૨૨-૨૩માં પ્રથમ વર્ષમાં અર્થશાસ્ત્ર વિષયમાં(મુખ્ય, ગૌણ-1 અને ગૌણ-2) પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ માટે Bridge Courseનું આયોજન કરવામાં આવેલ. જેમાં અર્થશાસ્ત્ર વિષયના (મુખ્ય, ગૌણ-1 અને 2) કુલ 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ Bridge Course Workનું તારીખ-૨૩/07/૨૦૨૨ થી 03/07/૨૦૨૨ ના સમયગાળા દરમ્યાન આયોજન કરવામાં આવેલ. Bridge Courseની શરૂઆતમાં કૉલેજનો પરિચય, અર્થશાસ્ત્ર વિભાગનો પરિચય તેમજ અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસમાં આવતા બધા જ પેપરોનો પરિચય આપ્યા બાદ Bridge Courseમાં Meaning of Economics, Concept of Demand, Concept of Value, Concept of Supply, Concept of Utility and Theory of Demand and Supply વગેરે પર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ Bridge Course ના અંતે ઉપરોક્ત મુદ્દાઓ સંદર્ભે પ્રશ્નોત્તરી દ્વારા મૌખિક Test પણ લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓનો ખુબજ સારો પ્રતિસાદ મળેલ હતો. આ સમગ્ર Bridge Course-2022-23નું સફળ આયોજન અને સંચાલન ધર્મેદ્રસિંહજી આર્ટ્સ કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. હર્ષિદાબેન જગોદડીયા તથા ડૉ. રાજેશ્રીબેન વાઝા દ્વારા કરવામાં આવેલ.