શિક્ષકદિવસનો અહેવાલ (2022-2023)
05/09/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.05/09/2022ને સોમવારના રોજ શિક્ષકદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના દરેક વિભાગમાંથી વિદ્યાર્થીઓએ શિક્ષકદિવસ માટે નામ નોંધાવેલ. કૉલેજના સમયપત્રક મુજબના વર્ગમાં આ સહુ વિદ્યાર્થીઓએ પોતાના વિષય મુજબ અધ્યાપનકાર્ય કરાવેલ. સવારે 10:00 થી 01:00ના સમય દરમિયાન શૈક્ષણિકકાર્ય બાદ બપોરે 01:30 વાગ્યે ઓડીટોરિયમમાં શિક્ષકદિવસના સમાપનનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત આ દિવસે ભાગ લીધેલ દરેક વિદ્યાર્થી મંચ પર ઉપસ્થિત રહ્યાં હતા. આ સમાપન કાર્યક્રમની શરૂઆતમાં ગઢવી આર્યન પી. દ્વારા ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી...’ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝાપડિયા મહેશ એસ. દ્વારા દિનવિશેષનું મહત્વ વિશે વાત કરવામાં આવી હતી. બાદમાં આ દિવસે કૉલેજના આચાર્ય બનેલ દલ અરમાન એસ.એ સહુ વિષય શિક્ષક બનેલ વિદ્યાર્થીઓનો પરિચય આપેલ તથા પ્રાસંગિક ઉદબોધન કરેલ તથા અંતમાં ઠાકર પાયલ એ., ભગત પિયુષ જે. તથા ભલગામડિયા ગૌતમ એચ. દ્વારા પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવેલ. અંતમાં સમૂહમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન ગામોટ મિત્તલ પી. દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજના અધ્યાપક્શ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ. કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સંમતિ, માર્ગદર્શન અને સુચન તળે શિક્ષકદિવસનું સમગ્ર આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાનીએ સ્ટાફમિત્રોની સહાયથી સંપન્ન કરેલ.