Campus placement - September-2022
30/08/2022
Dharmendra Singh Arts College-Rajkot
કેમ્પસ પ્લેસમેન્ટ કામગીરી અંગેનો અહેવાલ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે તા.29/08/2022 થી 30/08/2022 સુધી પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના “આઝાદીના અમૃત મહોત્સવ ”ની ઉજવણીના નિમિત્તે ગુજરાતની સમગ્ર યુનિવર્સિટી અને કોલેજોમાં કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવાનું હતું. જેના ભાગ રૂપે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા તેમની આસપાસનાં વિસ્તારની નામાંકિત કમ્પનીઓ અને ઔધોગિક એકમોને આમંત્રણ મોકલાવેલ, જેમાંથી ૬ કંપની અને એકમો કેમ્પસ પ્લેસમેન્ટમાં પોતાની જરૂરીયાત મુજબના ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટરવ્યુ લેવા કોલેજમાં આવેલા હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં તથા ગત વર્ષ 2021-22 માં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ :૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ તેમાંના 100થી વધારે વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. કેમ્પસ પ્લેસમેન્ટનાં સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિંસિપાલ ડૉ. એ. એસ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રા.ભાવેશ બી. કાછડીયા એ કર્યું હતું. તા: ૨૯/૦૮/૨૦૨૨ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું ઉદ્ધાટન રાખવામાં આવ્યું હતું .કોલેજના સિનીયર પ્રાધ્યાપક ડૉ.જીગ્નેશ ઉપાધ્યાય દ્વારા રીબીન કાપીને કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમને ખુલ્લો મુક્યો. ડૉ નેહલ જાની દ્વારા ઉદ્ઘાટન સત્રનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યા અને સમૂહ પ્રાથના દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. ભાવેશ બી. કાછડીયા દ્વારા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે તા.29/08/2022 કેમ્પસ પ્લેસમેન્ટમાં ઈન્ટરવ્યું લેવા આવનાર વિવિધ કંપનીઓના પ્રતિનીધીઓનું શબ્દિક અને પુસ્તક ભેટ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ.જીગ્નેશ ઉપાધ્યાય દ્વારાવિવિધ પ્રતીનીધીઓનો પરિચય અને કેમ્પસ પ્લેસમેન્ટ અંગેનું પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમના અંતે પ્રા. રીતેશ પટેલ દ્વારા આભાર વિધિ કરી ઉદ્ઘાટન સત્રની પુર્ણાહુતી જાહેર કરી હતી. ઉદ્ઘાટન સત્ર બાદ ડૉ. રવિ ડેકાની અને ડૉ હાર્દિક ગોહેલ દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી સાંભળી હતી તો ડૉ જીગ્નેશ કાચા દ્વારા ઓનલાઈન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ : ૨૯/૦૮/૨૦૨૨ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ઈન્ટરવ્યું લેવા આવેલ મહાનુભાઓએ ( marooti માંથી રાજેશ મશરૂ, sumeru infra solution માંથી કાન્તિલાલ ભૂત તથા redco fibers pvt ltd માંથી પ્રવીણભાઈ રૈયાણી) પોતાની કંપનીઓ અંગે અને કામગીરી અંગે ટૂંકો પરિચય આપેલો હતો. ત્યારબાદ ઈન્ટરવ્યું કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં marooti માં કુલ .....વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ ...... વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા . જેમાં sumeru infra solution માં કુલ .....વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ ...... વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા . જેમાં Redco fibers pvt ltd માં કુલ .....વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ ...... વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા. તા: 30/૦૮/૨૦૨૨ ના રોજ Proveda marketing india PVT LTD અને NIIT એમ બે કંપનીઓ હાજર રહેવાના હતા જેમાં NIIT કંપનીના HR રાજેશ સોલંકી અનિવાર્યકારણોસર હાજર રહી ના શકતા એમના ઈન્ટરવ્યું પછીની તારીખમાં ગોઠવવા એવું નક્કી કરવામાં આવ્યું હતું જયારે Proveda marketing india PVT LTD માંથી મયુર છાયા તથા રાજેશ મોરી સાહેબ હજાર રહ્યા હતા. આજે પણ બંને મહાનુભાવો દ્વારા પોતાની કંપની અને કામગીરી અંગે પરિચય આપી ઈન્ટરવ્યું કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં Proveda marketing india PVT LTD માં કુલ .....વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ ...... વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા . પ્લેસમેન્ટ સેલનાં સભ્યો અને કોલેજના અધ્યાપકોએ વિવિધ કામગીરી જેવી કે કંપનીઓને આમંત્રણ અને સ્વાગતની કામગીરી ડો. રીતેશ પટેલ , કંપનીઓનાં અતિથિસત્કારની કામગીરી પ્રા. જીગ્નેશ કે. કાચા, ઈન્ટરવ્યૂ માટે ઓડીટોરીયમ રૂમ અને સેમીનાર હોલ વગેરેની તૈયારી ડો. રવિ ડેકાણી, વિદ્યાર્થીઓનાં રજીસ્ટ્રેશનની કામગીરી પ્રા. હાર્દિક એમ. ગોહિલ સાહેબે સાંભળી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડૉ એ.એસ.રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં અને ડૉ. ભાવેશ બી. કાછડીયાની અધ્યક્ષતામાં આયોજિત હતો .