ગુજરાતી વિભાગ (STUDENT’S EXTENSION ACTIVITY)નો અહેવાલ (2022-2023)
30/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા દ્વારા તા.30/08/2022ને મંગળવારના રોજ બપોરે 12:00 વાગ્યે કૉલેજના રૂમ નંબર-21માં પ્રથમ વર્ષ બી.એ. સેમ-1નાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓને માટે STUDENT EXTENSION ACTIVITYનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત પ્રવૃત્તિ અંતર્ગત અત્રેની કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાઠોડ રાહુલ જસાભાઈ અને લશ્કરી જયદીપ ભરતભાઈ ઉપસ્થિત રહેલ. બંને વિદ્યાર્થીઓ કૉલેજના અંગ્રેજી વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા. એમણે સેમ-1 (2022-2023)ના ગુજરાતી વિષયના વર્ગમાં પોતાના અલગ અંદાજમાં સાહિત્ય અને વ્યક્તિત્વ વિશે વાત રજૂ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયની સંમતિ, માર્ગદર્શન અને સુચન તળે પ્રવૃત્તિનું સમગ્ર આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.