સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત કાર્યશિબિરનો અહેવાલ (2022-2023)
26/07/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.26/07/2022ને મંગળવારના રોજ બપોરે 01:૩0 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમ ખાતે સપ્તધારા સંદર્ભે સર્જનાત્મક અભિવ્યક્તિધારા દ્વારા ‘વેસ્ટ ફ્રોમ બેસ્ટ’ માટેની એક દિવસીય કાર્યશિબિરનું આયોજન હાથ ધરાયેલું. આ કાર્યશિબિરમાં વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું સર્જન કઈ રીતે કરી શકાય તે અંગે તાલીમ આપવા માટે શ્રી વિદિશા ડી. જોશી આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેયએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત કરાવવામાં આવતી પ્રવૃત્તિઓથી માહિતગાર કરેલ તથા પધારેલ મહેમાનનો શાબ્દિક પરિચય આપેલ. ત્યારબાદ વિદિશા ડી. જોશીએ લીંપણકલા તેનો ઉદભવ તથા એ કળા અંગે વાત કરેલ અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને નકામા પૂંઠામાંથી વોલપીસ બનાવવાની તાલીમ આપેલ. કાર્યક્રમમાં આભારવિધિ પ્રા.એચ.બી.ગુજરિયાએ કરેલ. સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેય તથા પ્રા.એચ.બી.ગુજરિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને કાર્યશિબિરના આયોજનને સફળ બનાવેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એમ.બી.પાંડેય તથા પ્રા.એચ.બી.ગુજરિયાએ કરેલ.