Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

'મેઘધનુષ-૪૯મો યુવક મહોત્સવ'

30/09/2019
RAJKOT

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા તા.29,30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2019 દરમિયાન વર્ષ 2019-2020નો ત્રિદિવસીય-૪૯મો ‘મેઘધનુષ’ યુવક મહોત્સવ યોજાઈ ગયો. તા.30/09/2019ને સોમવારના રોજ સવારે 10:00 વાગ્યે મુખ્ય રંગમંચ, ગુજરાતી ભવન સામે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે એકાંકી સ્પર્ધા યોજાયેલી. અત્રેની સંસ્થાના વિદ્યાર્થીઓએ એકાંકી સ્પર્ધામાં ભાગ લીધેલો. એકાંકીનું શીર્ષક: ‘લયનો વિલય’ લેખક: ડૉ. જીજ્ઞેશ એસ. ઉપાધ્યાય દિગ્દર્શક: ડૉ. નેહલ વી. જાની ભાગ લીધેલ વિદ્યાર્થીઓના નામ: 1) ત્રિવેદી દેવર્ષ મિલનકુમાર (S.Y.B.A.) 2) ચૌહાણ રાજેશ પ્રેમજીભાઇ (S.Y.B.A.) 3) જાદવ જયદીપ કમલેશભાઈ (F.Y.B.A.) 4) ગેલાણી કૌશિક હરેશભાઈ (F.Y.B.A.) 5) જોશી જય પ્રવીણભાઈ (સંગીત સહાયક) (S.Y.B.A.) અત્રેની સંસ્થાના આદેશાનુસાર ઉપરોક્ત સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સાથે ટીમ મેનેજર તરીકે અધ્યાપક ડૉ.નેહલ વી. જાની ગયેલ. મોટાભાગના વિદ્યાર્થીઓએ આ પ્રકારે મંચનકલામાં પહેલીવાર ભાગ લીધેલો હોવા છતાં સંતોષકારક રીતે સ્ટેજ પરફોર્મન્સ કરેલ, ખૂબ જ ટૂંકાગાળામાં સખત મહેનત કરીને વિદ્યાર્થીઓએ આ એકાંકી તૈયાર કરેલ હતું. જે બદલ સંસ્થાના વડા પ્રિ.ડૉ.એ.એસ.રાઠોરસાહેબે,સપ્તધારા સમિતિના અધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસે તથા સમગ્ર કૉલેજ પરિવારે એમને અભિનંદન પાઠવેલ.