સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત ‘હર ઘર તિરંગા’ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્પર્ધાનો અહેવાલ (2022-2023)
10/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.10/08/2022ને બુધવારના રોજ રૂમ નં.-14માં સવારે 11:00 વાગ્યે કૉલેજ કક્ષાએ સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્પર્ધાનું આયોજન હાથ ધરાયેલું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને કેન્દ્રમાં રાખીને અલગ અલગ વસ્તુઓ જેમકે રાખડી, શો-પીસ વગેરે કૃતિઓનું સર્જન કર્યું હતું. સ્પર્ધાની શરૂઆતમાં સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેયએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ‘હર ઘર તિરંગા’ હેઠળ યોજાયેલ સ્પર્ધા અંગે માહિતગાર કરેલ. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. સ્પર્ધામાં પ્રથમ ક્રમે રાઠોડ દિવ્યેશ પી., દ્વિતીય ક્રમે ભગત પિયુષ જે. અને તૃતીય ક્રમે ચીખલિયા જીજ્ઞા એમ.ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભૂગોળ વિભાગના ડૉ.આર.પી.પટેલ તથા તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.બી.બી.કાછડિયાએ ફરજ નિભાવેલ. સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેય તથા પ્રા.એચ.બી.ગુજરિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી સ્પર્ધા સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એમ.બી.પાંડેય તથા પ્રા.એચ.બી.ગુજરિયાએ કરેલ.