સપ્તધારા પરિચય કાર્યક્રમનો અહેવાલ (2022-2023)
24/06/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.24/06/2022ને શુક્રવારના રોજ બપોરે 01:30 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમમાં પ્રથમ વર્ષ બી.એ.નાં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને સપ્તધારાની પ્રવૃત્તિઓથી માહિતગાર કરવા માટે સપ્તધારા પરિચય કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં સાતેય ધારાનાં અધ્યક્ષશ્રીઓ ઉપસ્થિત રહેલા. નાટ્યધારા વિશે તેના અધ્યક્ષ ડૉ.એચ.એમ.ગોહિલે, ગીત,સંગીત નૃત્યધારા વિશે તેના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસે, જ્ઞાનધારા વિશે તેના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડાએ, સર્જનાત્મક અભિવ્યક્તિધારા વિશે તેના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેય, રંગ, કલા કૌશલ્યધારા વિશે તેના અધ્યક્ષ ડૉ.આર.બી.વાઝા, સામુદાયિક સેવાધારા વિશે તેના અધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાને તથા ખેલ, કૂદ યોગધારા વિશે ડૉ.એન.વી.જાનીએ વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. અંતમાં સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ. કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડના માર્ગદર્શન અને સુચન તળે તથા સપ્તધારા સમિતિના સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન સપ્તધારાના અધ્યક્ષ ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.