જ્ઞાનધારા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે યોજાયેલ નિબંધસ્પર્ધાનો અહેવાલ (2022-2023)
19/07/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત તા.19/07/2022ને મંગળવારના રોજ રૂમ નં.-17માં બપોરે 01:30 વાગ્યા દરમિયાન જ્ઞાનધારા દ્વારા ગુરુપૂર્ણિમાના સંદર્ભે નિબંધસ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ‘ગુરુ’ને લક્ષ્યમાં રાખીને, ‘ગુરુ’ વિશેના પોતાના વિચારો તથા અનુભવો વિશે મૌલિક તથા સર્જનાત્મક નિબંધલેખન કર્યું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ ક્રમે જાડા પુરી સોમાભાઈ (સેમ-1), દ્વિતીય ક્રમે ચૌહાણ વિવેક લાલજીભાઈ( સેમ-૩) તથા તૃતીય ક્રમે બે વિદ્યાર્થી ગોહિલ આરતી મુકેશભાઈ (સેમ-1) અને ચૌહાણ પ્રયાગ નવીનભાઈ (સેમ-૩)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના પ્રા.એચ.બી.ગુજરિયાએ ફરજ નિભાવેલ. જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.આર.આર.ડેકાણીએ સ્ટાફમિત્રોની સહાયથી સ્પર્ધા સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.આર.આર.ડેકાણીએ કરેલ.