પ્રવેશોત્સવનો અહેવાલ (2022-2023)
23/06/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.23/06/2022ને ગુરુવારના રોજ સવારે 11:00 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમમાં પ્રથમ વર્ષ બી.એ.માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની અધ્યક્ષતામાં પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં સમૂહમાં ‘ઓમ તત્સત...’ પ્રાર્થનામાં ઉપસ્થિત સર્વે જોડાયેલ. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબે વિદ્યાર્થીઓને શબ્દોથી આવકારેલ અને કૉલેજની સ્થાપના, તેનો ઈતિહાસ, ભૌગોલિકતા તથા કૉલેજમાં ભણાવાતા અગિયાર વિષયો વગેરે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ લાયબ્રેરી, સ્પોર્ટ્સ, ઉદ્દીશા, N.S.S., N.C.C. RUSA, સપ્તધારા વિશે પણ પરિચય આપ્યો હતો. બાદમાં ગુજરાતી વિભાગાધ્યક્ષ જે.એસ.ઉપાધ્યાયએ વિદ્યાર્થીઓને પ્રાથમિક સુચના આપી હતી. અંતમાં સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિષયના ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીના સૂચન તથા માર્ગદર્શન અને અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.એન.વી.જાનીએ સંપન્ન કરેલ.