આંતર ક્લાસ (Intramural) વોલીબોલ સ્પર્ધા (2021-2022)
22/10/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.22/10/2021 ના શુક્રવારના રોજ સપ્તધારાના ખેલ,કૂદ યોગધારા અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કૉલેજ કક્ષાએ આંતર ક્લાસ એટલે કે કોલેજમાં પ્રથમ,દ્વિતીય અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન ડીએચ કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 26 વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા હતા જે તા.16/10/2021 ના રોજ 4 ટીમમાં વિભાજીત કરી ટીમ –A,B,C,D. નામ આપી તા.22/10/2021 ના રમાડવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનું જીવંત પ્રસારણ Face book પર કરવામાં આવ્યું હતું. (https://m.facebook.com/story.php?story_fbid=3407979622761928&id=100029612569787&sfnsn=wiwspwa) આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા સપ્તધારાના અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સર્વે અધ્યાપકગણની સહાયથી પ્રસ્તુત સ્પર્ધાનું સફળ આયોજન અને સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પી.ટી.આઈ. ડૉ.એસ.એન.દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવસિૅટી આંતર કોલેજ સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ ટીમનું પ્રતિનિધિત્વ કરશે. હાજર વિદ્યાર્થીઓને આ પ્રસંગે ચા-નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.